બે રાજધાની ટ્રેનોમાં લાગી ભયંકર આગ, 6 ડબ્બા બળીને થયા ખાખ

નવી દિલ્હીમાં આજે બે રાજધાની ટ્રેનોમાં લાગી ભયંકર આગ. આ આગ નવી દિલ્હીના રેલ્વે સ્ટેશન પર લાગી જેમાં આ ટ્રેનાના 6 ડબ્બા બળીને ખાખ થઇ ગયા.

નોંધનીય છે કે આબોગિયોમાં એટલી ભયંકર આગ લાગી છે કે બપોર સુધી તેની પર સંપૂર્ણ રીતે કાબુ મેળવવામાં ફાયરબ્રિગ્રેડને ભારે મુશ્કેલી પડી હતી. બપોર સુધી ફાયરબ્રિગ્રેડ માત્ર બે જ ડબ્બાની આગ બુજાવી શક્યું છે.

જો કે આ સમગ્ર ધટનામાં કોઇ પણ વ્યક્તિની મૃત્યુ નથી થઇ તે એક સારી વાત છે. ત્યારે આ ભીષણ આગના કેટલાક ખાસ ફોટા જુઓ આ ફોટા સ્લાઇડરમાં

ટ્રેનમાં લાગી આગ

ટ્રેનમાં લાગી આગ

નવી દિલ્હીના રેલ્વે સ્ટેશન પર ભુવનેશ્વર રાજધાની ટ્રેનમાં લાગી ભીષણ આગ. આગે થોડીક જ વારમાં વિકરાળ સ્વરૂપ લઇ લેતા તંત્ર સાબદુ કરાયું હતું.

આગના ગોટે ગોટા

આગના ગોટે ગોટા

નોંધનીય છે કે આ આગ લાગવા પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી થયું પણ આગ એટલી ભીષણ છે કે તેમાં ટ્રેનના 6 ડબ્બા બળીને ખાખ થઇ ગયા છે.

સપ્લાય બંધ

સપ્લાય બંધ

આગ એટલી ભીષણ હતી કે સુરક્ષાના કારણોથી દિલ્હી સ્ટેશન પર 45 મિનિટ સુધી વિજળીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો.

એસી કોચ થી સ્લીપર કોચ સુધી આગ

એસી કોચ થી સ્લીપર કોચ સુધી આગ

આ દુર્ધટનામાં ભુવનેશ્વર રાજધાની ટ્રેનનો એસી કોચ, સેકેન્ડ એસી કોચ, ફસ્ટ એસી કોચ અને પેન્ટી કાર સાથે સ્લીપર સેકન્ડ એસી કોચ બળીને ખાખ થઇ ગયા છે.

19 ગાડી ધટનાસ્થળે

19 ગાડી ધટનાસ્થળે

આગની ભયાવહતા જોઇને ફાયરબ્રિગ્રેડની 19 ગાડીઓ ધટના સ્થળે પહોંચી આગ બુજાવાનું કામ કરી રહી છે. જો કે ખાલી ગાડીમાં આગ લાગવાના કારણે કોઇ જાનહાનીની ખબર હજી સુધી નથી મળી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X