For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ આજે સવારે લાગી આગ, કોઈ જાનહાની નહિ

દિલ્હી-મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ આજે સવારે લાગી આગ, કોઈ જાનહાની નહિ

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં રવિવારે સવારે વિવિધ સ્થળો પર આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હીમાં આજે સવારે ઓખલા ફેઝ-2 વિસ્તારની સંજય કોલોનીમાં આગ લાગી છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર ફાઈટર વિભાગના કર્મચારીઓ હાજર છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ. બીજી તરફ મહારાષ્ટ્રના ઠાણેના ખજુરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઠાણેના ખજુરીમાં મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપનીના કાર્યાલયમાં આગ લાગી છે. આ ઘટનામાં પણ જાનહાનીના કોઈ અહેવાલ નથી.

fire

દિલ્હી અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ કયા કારણે આગ લાગી તે વિશે હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દિલ્હીમાં લાગેલી આગ પર ફાયર ફાઈટર વિભાગના અધિકારીએ કહ્યું કે, 'આગ વિશે અમને 2 વાગ્યે ફોન આવ્યો. અહીં આગ મધ્યમ શ્રેણીમાં લાગી હતી. ઘટના ભીષણ નહોતી. કોઈની જાનહાનીના અહેવાલ નથી. કયા કારણે આગ લાગી તે વિશે દિલ્હી પોલીસ તપાસ કરશે. ઘટના સ્થળે 27 ફાયર ટેંડર કામ કરી રહ્યા છે.'

ગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા, પીએમ મોદીએ સમ્માનમાં જાહેર કરી ટપાલ ટિકિટગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા, પીએમ મોદીએ સમ્માનમાં જાહેર કરી ટપાલ ટિકિટ

English summary
Fire broke out at various places in Delhi-Maharashtra this morning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X