દિલ્હીના બવાનામાં ફેક્ટરીમાં ભીષણ આગ, 17નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી સ્થિત બવાનાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં 17 લોકોનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ જે જાણકારી સામે આવી એ ચોંકાવનારી છે, જે અનુસાર ત્યાં છુપાયેલ 17 લોકો ઊભા-ઊભા જ સળગી ગયા હતા. જીવ બચાવવા માટે કેટલાક લોકોએ દાદર નીચે છુપાવાનો પ્રયત્ન કર્યો હતો, તો કેટલાક લોકો પહેલા માળે નાસી ગયા હતા. એક વ્યક્તિએ જીવ બચાવવા માટે ભોંયરામાં આશરો લીધો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જે જ્યાં છુપાયું હતું, ત્યાં જ બળી મર્યું. ફાયર ઓફિસર ધર્મપાલે જાણકારી આપી કે, ફેક્ટરીના પહેલા માળે 11 લોકોના શબ મળ્યા, 2-3 લોકોના શબ દાદર પાસે મળ્યા, જે બળીને ભડથું થઇ ગયા હતા. એક શબ ભોંયરામાંથી અને અને 1 ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળ્યું. આશંકા સેવાઇ રહી છે કે, આગ પહેલા ગ્રાઉન્ડ ફ્લોરથી લાગી હતી અને આથી લોકો જીવ બચાવવા પહેલા માળે ભાગ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી અને એટલી ઝડપથી ફેલાઇ કે કોઇ બચી ન શક્યું.

delhi bawana fire

એક વ્યક્તિ જીવ બચાવવા માટે ફેક્ટરની પહેલા માળેથી કૂદી પડ્યો હતો, જેને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ઉત્તર દિલ્હીના મેયર પ્રીતિ અગ્રવાલ સહિત અનેક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તો સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ ઘાયલોના ઇલાજ માટે સુવિધ પૂરી પાડવાના આદેશ આપ્યા હતા. જાણકારી અનુસાર, બવાના સેક્ટર 5માં ફટાકડા, પ્લાસ્ટિક અને કાર્પેટ ફેક્ટરીઓમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરતા 17 લોકોનું મૃત્યુ થયું હતું. મૃતકોની સંખ્યામાં મોટા ભાગની મહિલાઓ હતી.

delhi bawana fire
English summary
Fire in Bawana factory: 17 killed, investigations continue.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.