મ્યાનમારની સીમા પર સૈન્ય કાર્યવાહી, અનેક આતંકીઓ ઠાર

Written By:
Subscribe to Oneindia News

ભારતીય સેનામ્યાનમારની સીમા મોટી સૈન્ય કાર્યવાહીને અંજામ આપ્યો હતો. બુધવારે સવારે 4.45 વાગે ભારતીય સેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કાર્યવાહી આપણી સીમામાં જ કરવામાં આવી છે અને તેમાં અનેક ઘુસણખોરો ઠાર મરાયા છે. ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, ઇન્ડો-મ્યાનમાર બૉર્ડર પર મોટી સૈન્ય કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. ભારત-મ્યાનમારની સીમા પર સવારે લગભગ 4.45 વાગે આ કાર્યવાહી કરવામાં આવી છે.

indian army surgical strike

જો કે, આ પહેલા ખબર આવી હતી કે, આ સર્જિકલ સ્ટ્રાઇક હતી, પરંતુ અધિકૃત સૂત્રોએ આ વાત નકારી છે. ઈસ્ટર્ન કમાન્ડ અનુાસર, આ કાર્યવાહીમાં ભારતીય સેનાના કોઇ જવાનને ઇજા નથી પહોંચી. આતંકી સંગઠન NSCN(ખાપલાંગ)ના કેટલાક આતંકીઓ ઠાર મરાયા છે. સેના તરફથી આ અંગે નીચે મુજબનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

indian army surgical strike

આ પહેલાં સપ્ટેમ્બર, 2016માં ઉરી હુમલા બાદ ભારતે મોટું પગલું લેતાં લાઇન ઑફ કંટ્રોલ(LOC) નજીક પીઓકેમાં આતંકીઓના ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકીઓને ઠાર માર્યા હતા. નોંધનીય છે કે, કોઇ પણ સીમિત ક્ષેત્રમાં સેના જ્યારે દુશ્મનો અને આતંકીને નુકસાન પહોંચાડવા કે ઠાર મારવા માટે સૈન્ય કાર્યવાહી કરે ત્યારે તેને સર્જિકલ સ્ટ્રાઇક કહે છે.

English summary
Firefighting in Myanmar heavy casualties reported Indian security forces.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.