For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનો પહેલો દર્દી થયો સાજો, જાણો કેવી રીતે બિમારીને આપી મ્હાત

દિલ્લીમાં કોરોના વાયરસનો પહેલો દર્દી સાજો થઈ ગયો છે. સાજા થવા પર તેમણે પોતાનો અનુભવ શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં એક તરફ કોરોના વાયરસ(કોવિડ-19)ના વધતા પૉઝિટિવ કેસોના કારણે ડરનો માહોલ છે ત્યાં બીજી તરફ અમુક લોકો સાજા થવાના કારણે આશાનુ કિરણ પણ દેખાઈ રહ્યુ છે. દિલ્લીમાં કોરોના વાયરસનો પહેલો દર્દી સાજો થઈ ગયો છે. 45 વર્ષના આ વ્યક્તિ દિલ્લીની મયૂર વિહાર વિસ્તારમાં રહે છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર તે 16 ફેબ્રુઆરીએ દિલ્લીથી ઈટલી, પછી બુડાપેસ્ટ અને વિએના થઈને 25 ફેબ્રુઆરીએ દિલ્લી આવ્યા. સાજા થવા પર તેમણે પોતાનો અનુભવ શેર કર્યો અને જણાવ્યુ કે ડરવાની કોઈ જરૂર નથી.

આઈસોલેશન કોઈ જેલ નથી

આઈસોલેશન કોઈ જેલ નથી

રિપોર્ટ અનુસાર તેમણે કહ્યુ કે આનાથી ડરવાની કોઈ જરૂર નથી અને ના આઈસોલેશનમાં રહેવા પર કોઈ પ્રકારનો ડર હોવો જોઈએ. તે કોઈ જેલ નથી. કોરોનાથી જીત મેળવનાર આ વ્યક્તિએ જણાવ્યુ કે તેમને જોવા માટે ડૉક્ટરોની ટીમ આવતી હતી. તેમને ટીમનો નંબર પણ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આયુ કે તે 24 કલાકમાં કોઈ પણ સમયે ફોન કરી શકે છે. તેમણે જણાવ્યુ કે તેમનો કોરોનાનો ટેસ્ટ એક માર્ચે પૉઝિટિવ આવ્યો હતો પરંતુ તેમણે આ અંગે કંઈ પણ જણાવવામાં આવ્યુ નહોતુ અને સીધો સફદરગંજ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એ જ રાતે ટીમે તેમની મુલાકાત કરીને તેમની સ્ક્રીનિંગ કરી હતી.

14 દિવસમાં બે વાર તપાસ

14 દિવસમાં બે વાર તપાસ

તેમણે જણાવ્યુ કે સફદરગંજમાં બે માર્ચે તેમને જોવા ત્રણ ડૉક્ટર આવ્યા અને બધુ સારી રીતે સમજાવ્યુ. 14 દિવસમાં બે વાર તપાસ કરવામાં આવી. સેમ્પલ ગળા અને નાકથી લેવામાં આવતા હતા. ત્યારબાદ 10માં અને 12 દિવસે જ્યારે બે ટેસ્ટ બે વાર નેગેટિવ આવ્યો, તો રજા મળી ગઈ. તેમણે જણાવ્યુ કે ઘરે પણ તેમણે 14 દિવસ સુધી ક્વારંટાઈનમાં જ રહેવુ પડ્યુ એટલે કે પરિવારના બાકીના સભ્યોથી દૂર એક અલગ રૂમમાં. તેમને સાર્વજનિક જગ્યાએ ન જવા માટે સલાહ આપવામાં આવી.

સરકારે વ્યવસ્થા ઘણી સારી કરી છે

સરકારે વ્યવસ્થા ઘણી સારી કરી છે

કોરોનાથી સાજા થયેલા વ્યક્તિએ જણાવ્યુ કે હોળીના દિવસે તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આગળ જણાવ્યુ કે સરકારે વ્યવસ્થા ઘણી સારી કરી છે. કમસે કમ સફદરગંજ માટે આ કહી શકુ છુ. ત્યાં આઈસોલેશનના નામે ઘર છે. તેમણે અન્ય દર્દીઓને અપીલ કરીને કહ્યુ કે જો દર્દી ઈલાજ ન કરાવી રહ્યા હોય તો કૃપા કરીને ઈલાજ કરાવે, તો સાજા થઈ જશે.

ભારતમાં અત્યાર સુધી 110 લોકો સંક્રમિત

ભારતમાં અત્યાર સુધી 110 લોકો સંક્રમિત

તમને જણાવી દઈએ કે દુનિયાના 137થી પણ વધુ દેશ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યા છે. દુનિયાભરમાં વાયરસના કારણે 5000થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ 37 હજારનો આંકડો પાર કરી ચૂકી છે. ભારતની વાત કરીએ તો અહીં પણ સંક્રમિત કેસોની સંખ્યા 110 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી બે લોકોના મોત પણ થયા છે. હાલમાં કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ વાયરસના ખાત્મા માટે પોતાની પૂરી તાકાતથી કોશિશ કરી રહી છે.

આ પણ વાંચોઃ કોરોનાના ડર વચ્ચે WHOના ડાયરેક્ટરે પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણને કરી આ અપીલઆ પણ વાંચોઃ કોરોનાના ડર વચ્ચે WHOના ડાયરેક્ટરે પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણને કરી આ અપીલ

English summary
first coronavirus patient in delhi is now healthy shares his experience isolation india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X