For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લૂક જાહેર, 350 KM/Hની ગતિએ દોડશે

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લૂક જાહેર, 350 KM/Hની ગતિએ દોડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પહેલી તસવીર જાહેર થઈ છે. ભારતમાં સ્થિત જાપાની દૂતાવાસે આ ફોટો શેર કર્યો છે. વડાપ્રધાન મોદીની સરકારે વર્ષ 2023-24 સુધી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખતમ થવાનો લક્ષ્ય રાખ્યો છે. આ બુલેટ ટ્રેન એક કલાકમાં 300 કિમીની ગતિથી મુંબઈ-અમદાવાદ રૂટ પર ચાલશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નામે પણ ઓળખવામાં આવે છે.

bullet train

બુલેટ ટ્રેન લગભગ 2 કલાકમાં 508 કિમીની દૂરી કવર કરતાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે તેવી ઉમ્મીદ છે. જેની સરખામણીએ હાલ ચાલી રહેલી ટ્રેનોને અમદાવાદથી મુંબઈ પહોંચવામાં 7 કલાકનો સમય લાગી રહ્યો છે જ્યારે વિમાનને લગભગ 1 કલાકનો સમય લાગી રહ્યો છે.

આ બુલેટ ટ્રેનનું નામ ઈ ફાઈવ સીરીઝ સીનાકાનસેન (E5 Shinkansen) રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્ય વર્ષ 2023 નક્કી કરવામાં આવ્યો હતો. રેલવે મંત્રાલયે જૂનમાં આ લક્ષ્ય પૂરો કરવા વિશે જાણકારી આપી હતી. રિપોર્ટ મુજબ આ પરિયોજનાને જાપાન સરકારની નાણાકીય અને ટેક્નોલોજીકલ સહાયતા સાથે પૂરો કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પર અંદાજીત કુલ 1,08,000 કરોડ રૂપિયા ખર્ચ થશે.

Flashback 2020: કોરોના, આગ, ચૂંટણી સહિતની ગુજરાતમાં બનેલી મુખ્ય ઘટનાઓFlashback 2020: કોરોના, આગ, ચૂંટણી સહિતની ગુજરાતમાં બનેલી મુખ્ય ઘટનાઓ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો કરવા માટે કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાની સમીક્ષાનો આદેશ આપ્યો હતો. જે બાદ તેમણે આદિવાસીઓ અને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેમણે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે તેમની જમીનો છીનવી લેવામાં આવી રહી છે.

English summary
japan embassy shares first look of mumbai-ahmedabad first look
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X