For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દૂર્ઘટના, નદીમાં વહેવાથી 7 લોકોના મોત, ઘણા ગુમ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દૂર્ઘટના બની છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દૂર્ઘટના બની છે. પશ્ચિમ બંગાળના જલાપાઈગુડી જિલ્લાની માલ નદીમાં લોકો મૂર્તિ વિસર્જન માટે ઉતર્યા હતા ત્યારે અચાનક પાણીનુ સ્તર વધવા લાગ્યુ હતુ. જોરદાર મોજામાં ફસાઈને સાત લોકોના મોત થયા હતા. દૂર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો પાણીમાં વહેતા દેખાઈ રહ્યા છે અને કિનારે ઉભેલા લોકો સ્વજનોને વહેતા જોઈ ચીસાચીસ કરી રહ્યા છે.

west bengal

આ દૂર્ઘટના પર જલપાઈગુડીના એસપી દેવર્ષિએ જણાવ્યુ કે ઘણા લોકો નદીમાં ફસાયા અને ઘણી વહી ગયા છે. 7 લોકોના શબ કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ ઘટના સ્થળે છે અને બચાવ કાર્ય ચાલુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ 40 આસપાસ લોકો ગાયબ છે. દૂર્ઘટના અચાનક માલ નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાને કારણે બની. ત્યારબાદ ઘટના સ્થળે બૂમાબૂમ થઈ ગઈ.

આ ઘટના સાથે જોડાયેલ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે મૂર્તિ વિસર્જન દરમિયાન નદીમાં ઉતરેલા લોકો પાણીના વહેણ સાથે વહેતા દેખાઈ રહ્યા છે. નદીના જોરદાર લહેરોમાં ઘણા લોકો ફસાઈ ગયા. ઘટના સ્થળે અફડા-તફડીનો માહોલ થઈ ગયો. પશ્ચિમ બંગાળમાં થયેલ આ દૂર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, 'પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન થયેલી દુર્ઘટનાથી દુઃખી છુ. પોતાના સ્વજનોને ગુમાવાનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.'

વળી, બુધવારે રાજસ્થાનના અજમેર જિલ્લાના નસીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂર્ગા માતાની મૂર્તિ વિસર્જન દરમિાયન વરસાદી પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 6 લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે સ્થાનિક લોકો અલગ-અલગ પ્રસંગોએ મૂર્તિઓનુ વિસર્જન કરતા રહે છે પરંતુ યુવકો ઉંડા પાણીમાં ગયા કારણકે તેમને પાણીના ઉંડાણનો ખ્યાલ ન હતો. તેમણે કહ્યુ કે શરુઆતમાં પાંચ મૃતદેહ મળી આવ્યા ત્યારબાદ જાણવા મળ્યુ કે વધુ એક વ્યક્તિ ગુમ છે જે બાદ રેસ્ક્યુ ઑપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ.

English summary
Flash flood hits Mal River in Jalpaiguri during Durga Visarjan 7 people dead, 6 in Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X