For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં રેટ ફિવર રેડ એલર્ટ, જાણો શું છે આ બિમારી, કેવી રીતે ફેલાય છે

પૂરથી આવેલા પ્રકોપ બાદ હવે કેરળ રોગચાળાની સંકટ સામે ઝઝૂમી રહ્યુ છે. કેરળમાં રેટ ફિવર/લેપ્ટોસ્પાઈરોસિસથી વધુ ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

|
Google Oneindia Gujarati News

પૂરથી આવેલા પ્રકોપ બાદ હવે કેરળ રોગચાળાની સંકટ સામે ઝઝૂમી રહ્યુ છે. કેરળમાં રેટ ફિવર/લેપ્ટોસ્પાઈરોસિસથી વધુ ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 1 ઓગસ્ટ બાદથી અત્યારસુધીમાં રેટ ફિવરથી 39 લોકોના મોત થઈ ચૂક્યા છે. શનિવારે મલ્લપુરમમાં 42 વર્ષીય પરમીલા, કોઝીકોડમાં 42 વર્ષીય સલીમ્શાનું રેટ ફિવરના કારણે મોત થઈ ગયુ. રવિવારે કોઝીકોડમાં જ 34 વર્ષીય વિજીશે પણ રેટ ફિવરના કારણે દમ તોડી દીધો.

ધ ન્યૂઝ મિનિટના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં રેટ ફિવરના 68 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં 33 રેટ ફિવરથી પીડિત હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. 28 ઓગસ્ટે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે પાંચ જિલ્લા - ત્રિશૂર, પલક્કડ, કોઝીકોડ, મલ્લપુરમ અને કન્નૂરમાં રેડ એલર્ટ અંગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

રેટ ફિવર જેને લેપ્ટોસ્પાઈરોસિસ પણ કહે છે. આ બેક્ટેરિયાથી ફેલાતી બિમારી છે. રેટ ફિવરના બેક્ટેરિયા દૂષિત માટી કે પાણીમાં હાજર હોય છે. વિશેષજ્ઞોનું માનવુ છે કે તે જાનવરો દ્વારા પાણીમાં જતા રહે છે. રેટ ફિવરથી લોકોના દમ તોડવાના સમાચારો કેરળમાં પૂરથી આવેલા પ્રકોપ બાદ શરૂ થયા.

કેરળમાં આ રીતે ફેલાઈ રહ્યો છે રેટ ફિવર

કેરળમાં આ રીતે ફેલાઈ રહ્યો છે રેટ ફિવર

કેરળમાં હાલમાં જે રીતની પરિસ્થિતિ છે એવામાં રોગચાળો ઝડપથી ફેલાવાનું જોખમ છે. જંગલી અને ઘરેલુ બંને પ્રકારના જાનવરોથી રેટ ફિવરના બેક્ટેરિયા પાણી કે માટીમાં જઈ શકે છે. કેરળમાં હવે ઘણુ પાણી જમા છે. એવામાં જો કોઈ વ્યક્તિ પાણીમા ચાલે તો તે બેક્ટેરિયાના સંપર્કમાં આવી શકે છે. આ સાથે જો કોઈ વ્યક્તિની સ્કીન ક્યાંકથી છોલાયેલી કે કપાયેલી હોય તો તે જલ્દી આ બેક્ટેરિયાનો શિકાર બની જાય છે.

આ પણ વાંચોઃ ભાજપને ટક્કર આપવા કોંગ્રેસનો નવો પેંતરો, જેના ફોલોઅર્સ વધુ તેને ટિકિટઆ પણ વાંચોઃ ભાજપને ટક્કર આપવા કોંગ્રેસનો નવો પેંતરો, જેના ફોલોઅર્સ વધુ તેને ટિકિટ

ભીની માટી અને ઘાસમાં જીવતા રહે છે રેટ ફિવર

ભીની માટી અને ઘાસમાં જીવતા રહે છે રેટ ફિવર

રેટ ફિવરના બેક્ટેરિયા ભીની માટી, ઘાસ કે છોડમાં જીવતા રહે છે. આની સંભાવના ત્યારે વધુ વધી જાય છે જો કોઈ જાનવરે તે જગ્યાએ મૂત્ર કર્યુ હોય. જો કોઈ જાનવર આ બેક્ટેરિયાથી ગ્રસ્ત હોય તો તેને આ જગ્યા પર છોડી દે છે જેના સંપર્કમાં આવતા જ વ્યક્તિ રેટ ફિવરની ઝપટમાં આવી જાય છે.

રેટ ફિવરના લક્ષણ અને પ્રભાવ

રેટ ફિવરના લક્ષણ અને પ્રભાવ

ડૉક્ટરોનું કહેવુ છે કે રેટ ફિવરથી ગ્રસ્ત વ્યક્તિને ભયંકર તાવ, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો અને ઉલટીઓ થાય છે. આમાંથી કોઈ પણ સમસ્યા હોય તો તેણે તરત જ ડૉક્ટર પાસે જવુ જોઈએ. રેટ ફિવરની સૌથી ખરાબ અસર પીડિતની કિડની, મગજ, લીવર પર પડી શકે છે. આ ઉપરાંત રેટ ફિવરના કારણે વ્યક્તિને નળીથી જોડાયેલી તકલીફ પણ થઈ શકે છે.

English summary
Flood hit Kerala on rat fever alert, know What Is Rat Fever? What are the symptoms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X