For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂરથી આસામ અને બિહારમાં સ્થિતિ ભયાનક, 37 લાખ લોકો પ્રભાવિત

અસમ અને બિહારમાં પૂરે ભારે વિનાશ વેર્યો છે. અહીં પૂરથી લગભગ 37 લાખની વસ્તી પ્રભાવિત થઈ છે.

|
Google Oneindia Gujarati News

અસમ અને બિહારમાં પૂરે ભારે વિનાશ વેર્યો છે. અહીં પૂરથી લગભગ 37 લાખની વસ્તી પ્રભાવિત થઈ છે. સમાચાર છે કે આના કારણે અસમમાં વધુ ત્રણ લોકોના મોત થયા છે. માત્ર અસમની વાત કરીએ તો અહીંના 33 જિલ્લાઓમાં 27 લાખ લોકો પ્રભાવિત થયા છે. બારપેટા, કોકરાઝાર અને મોરિગાંવથી મોતના કેસ સામે આવ્યા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં આ વર્ષે 122 લોકોના મોત થયા છે.

બિહારમાં લગભગ દસ લાખ લોકો પૂરથી પ્રભાવિત

બિહારમાં લગભગ દસ લાખ લોકો પૂરથી પ્રભાવિત

બિહારમાં લગભગ દસ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ગંડક નદીનો બાંધ ત્રણ સ્થળેથી તૂટી જવાથી ઘણા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા. જો કે કોઈના મોતના સમાચાર મળ્યા નથી. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ 10 જિલ્લાઓમાં 74 તાલુકાની 529 પંચાયતોમાં 9.60 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બિહારમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, શિવહર, સુપૌલ, કિશનગંજ, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને ખગડિયા પૂરથી પ્રભાવિત છે.

અરુણાચલ પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ

અરુણાચલ પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ

અરુણાચલ પ્રદેશમાં મૂસળધાર વરસાદથી ઘણા જિલ્લાઓનો સંપર્ક કપાઈ ગયો અને પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. વરસાદ દરમિયાન ભૂસ્ખલનથી પશ્ચિમ સિયાંગ જિલ્લામાં સંપર્ક કપાઈ ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે વાત કરી અને રાજ્યના પ્રભાવિત લોકો પ્રત્યે એકજૂટતા પ્રગટ કરી. તેમણે રાષ્ટ્રપતિ ભવનથી અસમ, બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર અને કોવિડ-19થી પ્રભાવિત લોકો માટે રેડ ક્રૉસની રાહત સામગ્રી લઈ જઈ રહેલ નવ ટ્રકોને રવાના કરી.

હવામાન વિભાગે આપી આ માહિતી

હવામાન વિભાગે આપી આ માહિતી

હવામાન વિભાગે જણાવ્યુ કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં 26-28 જુલાઈ વચ્ચે અને પંજાબ તથા હરિયાણામાં 27થી 29 જુલાઈ વચ્ચે ભારે વરસાદનુ અનુમાન છે. હવામાન વિભાગે કહ્યુ છે કે સોમવાર, મંગળવાર અને બુધવારે દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદનુ અનુમાન છે.

મહેસાણાઃ 600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા દૂધસાગર ડેરીના MD કરાયા સસ્પેન્ડમહેસાણાઃ 600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા દૂધસાગર ડેરીના MD કરાયા સસ્પેન્ડ

English summary
Flood in Assam, Bihar; nearly 37 lakh affected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X