કાશ્મીરમાં પૂરઃ મોદીએ મહેબૂબા મુફ્તીને આપ્યું મદદનું આશ્વાસન

Written By:
Subscribe to Oneindia News

જમ્મુ-કાશ્મીર ના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ અને હિમવર્ષાને કારણે પૂર ની પરિસ્થિતિ આવી ગઇ છે. ઝેલમ તથા આસપાસની અન્ય નદીઓમાં જળ સ્તર વધવાને કરાણે ઘાટીમાં પૂર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાંની આશંકાને કારણે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને ફોન કરી આ અંગેની જાણાકીર માંગી છે તથા આ પરિસ્થિતિ સામે લડવા માટે શક્ય તમામ મદદ કરવાની રજૂઆત કરી છે.

narendra modi

ઉલ્લેખનીય છે કે, સતત વરસાદ અને હિમવર્ષાને કારણે શ્રીનગર ના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. એવામાં ભારતીય સેના ફરી એકવાર લોકોની મદદ માટે આગળ આવી છે. સેનાના જવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય શરૂ કર્યું છે. હાલ શ્રીનગરમાં વરસાદે પોરો ખાતાં ઝેલમ નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાવામાં આવ્યો છે. આવા વાતાવરણને કારણે શ્રીનગરથી જતી 10 ફ્લાઇટ પણ રદ્દ કરવામાં આવી હતી.

અહીં વાંચો - પાક. ટીમની જર્સી પહેરીને ક્રિકેટ રમનારા ખેલાડીઓ કસ્ટડીમાં

kashmir flood

છેલ્લા ત્રણ દિવસોથી જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા અને સતત વરસતા વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ગુરૂવારે કાશ્મીર ઘાટીની તમામ શાળાઓ સોમવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે ઘાટની મોટા ભાગની નદીઓનું જળસ્તર વધી ગયું હતું. હવામાન વિભાગ દ્વારા બારામુલા, કુપવાડા, બાંદીપોરા જેવા વિસ્તારોમં હિમસ્ખલનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી.

English summary
Flood in Kashmir. PM Narendra Modi speaks to CM Mehbooba Mufti and offers all possible support.
Please Wait while comments are loading...