For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાસચારા કૌભાંડ: લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી 11 ડિસેમ્બર સુધી ટળી

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના પ્રમુખ અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી ઝારખંડ હાઇકોર્ટમાં મુલતવી રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી 11 ડિસેમ્બરે થશે. જામીન પર સુનાવણી માટેની અપીલ અરજી ન્યાયાધીશ અપરેશ

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના પ્રમુખ અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી ઝારખંડ હાઇકોર્ટમાં મુલતવી રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી 11 ડિસેમ્બરે થશે. જામીન પર સુનાવણી માટેની અપીલ અરજી ન્યાયાધીશ અપરેશકુમાર સિંહની કોર્ટમાં સૂચિબદ્ધ હતી. તમને જણાવી દઈએ કે, ઘાસચારા કૌભાંડ સંબંધિત અન્ય ત્રણ કેસોમાં લાલુ યાદવને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં લાલુપ્રસાદ યાદવે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી છે.

Lalu yadav

ઝારખંડમાં લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ઘાસચારા કૌભાંડ સંબંધિત પાંચ કેસ ચાલી રહ્યા છે. આ ચાર કેસોમાં સીબીઆઈ કોર્ટે લાલુને સજા ફટકારી છે. પાંચમો કેસ ડોરંડા ટ્રેઝરીનો છે, જેની સુનાવણી હાલમાં સીબીઆઈ કોર્ટમાં ચાલી રહી છે. લાલુ પ્રસાદને દોષિત ઠેરવવામાં આવેલા ચાર કેસો સામે તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ ત્રણ કેસોમાં હાઇકોર્ટે તેમને જામીન આપ્યા છે.

આ પણ વાંચો: રાજકોટ આગઃ CM રૂપાણીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત

English summary
Fodder scam: Lalu Prasad Yadav's bail plea postponed till December 11
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X