For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની ખાદ્ય સુરક્ષા યોજના સૌથી પહેલા દિલ્હીમાં

By Super
|
Google Oneindia Gujarati News

sheila-dixit
નવી દિલ્હી, 9 જુલાઇઃ દિલ્હી દેશમાં ખાદ્ય સુરક્ષા યોજનાને લાગુ કરનાર પહેલું રાજ્ય બનવાની તૈયારીમાં છે. રાજ્યના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કહ્યું છે કે, આ મહત્વકાંક્ષી પરિયોજનાને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના જન્મદિવસ 20 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. દીક્ષિતે આ યોજનાને શરૂ કરવાના આ નિર્ણયની સૂચના કેન્દ્રીય ખાદ્ય મંત્રી કે વી થોમસને એક બેઠકમાં કરી.

થોમસે કહ્યું કે, બેઠકમાં સામેલ દિલ્હીના ખાદ્ય અને નાગરીક આપૂર્તિ મંત્રી હારુન યુસૂફે કહ્યું કે, મુખ્યમંત્રીએ કેન્દ્રીય ખાદ્યમંત્રીને સૂચિત કર્યા છે કે આ યોજનાને શરૂ કરનાર દિલ્હી દેશનું પ્રથમ રાજ્ય બનશે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે આ યોજનાને લાગુ કરવા માટે કાર્યો શરૂ કરી દીધા છે અને તમામ તૈયારીઓ માટે શીલા દીક્ષિતે પોતાની આગેવાનીમાં એક સમિતિ નિયુક્ત કરી છે.

દીક્ષિતની સાથે તેમની બેઠક અંગે પૂછવામાં આવતા થોમસે કહ્યું કે, ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ લાગુ કરવા માટે દિલ્હી સૌથી પહેલા આગળ આવ્યું છે. તેમણે કહ્યું કે, દીક્ષિતે તેમના લાભાર્થીઓની સંખ્યા અને ખાદ્યાન્નની કિંમતો અંગે કેટલાક સ્પષ્ટીકરણ માગ્યા અને તેમણે એ અંગે તેમને સ્પષ્ટ જાણકારી આપી છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ શુક્રવારે અધ્યાદેશ પર હસ્તાક્ષર કર્યા, જે દેશની બે તૃત્યાંશ આબાદીને દર મહિને પાંચ કીલો ખાદ્યાન્ન 1.3 રૂપિયાના સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો કાયદાકિય અધિકાર પ્રદાન કરશે.

English summary
Food security law to be launched on Rajiv’s birth anniversary in Congress ruled Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X