For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાપ પંચાયતનો ‘રેપ' રોકો ફોર્મ્યૂલા, 15 વર્ષમાં દીકરીને પરણાવી દો

|
Google Oneindia Gujarati News

Khap Panchayat
ચંદીગઢ, 8 ઓક્ટોબર: હરિયાણામાં બળાત્કારની વધતી જતી ઘટનાઓને કારણે રાજ્યની ખાપ પંચાયતોએ એક ચોકાવનારો ઉપાય સૂજવ્યો છે.

ખાપના એક પ્રતિનિધિ સૂબેસિંહે જણાવ્યું કે ‘છોકરા અને છોકરીઓના લગ્ન 15 વર્ષની ઉંમરમાં જ કરાવી દેવા જોઇએ. જેના કારણે બળાત્કારની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.'

ખાપના એક અન્ય સભ્યએ જણાવ્યું કે ‘ જેમ જેમ બાળકો વિકસીત થતા જાય છે તેમ તેમ તેમનામાં યૌન અપેક્ષાઓ વધતી જાય છે, અને જ્યારે તે પૂરી નથી ત્યારે તેઓ પથભ્રષ્ટ થઇ જાય છે. માટે લગ્ન માટે કોઇ ઉંમર ના હોવી જોઇએ.'

બીજી બાજુ કિશોરીઓ પર થઇ રહેલા બળાત્કારની ઘટનાઓથી ચિંતિત થઇને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે હસ્તક્ષેપ કરતા રાજ્ય સરકાર પાસે આ અંગે સ્પષ્ટિકરણ માંગ્યું છે.

હરિયાણામાં એક મહીનામાં બળાત્કારની 12 ઘટનાઓ સામે આવી છે. જેને ધ્યાનમાં લઇને ખાપ પંચાયતે આ ઉપાય સૂચવ્યો છે.

ખાપ પંચાયત ત્યારે મળી જ્યારે શનિવારે ઝિંદ જિલ્લામાં એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર ગૂજારવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાર આરોપીયોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી આવી છે.

English summary
Boys and girls should be married by the time they turn 16 year old, so that they do not stray... This will decrease the incidents of rape, said khap panchayats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X