નોટબંધીની જાહેરાત પછી બહાર આવ્યા આ ચોંકવનારા આંકડા

Posted By:
Subscribe to Oneindia News

500 અને 1000 રૂપિયાની કરન્સી નોટ બંધ કરવાના સરકારના આદેશ પછી વિદેશી પર્યટકો મામલે એક ચોંકવનારો આંકડો બહાર આવ્યો છે. નવેમ્બરમાં નોટબંધી લાગુ થઇ તે વખતે દેશમાં ફરવા આવેલા વિદેશીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. નવેમ્બરમાં લગભગ 8.91 લાખ વિદેશી યાત્રીઓ ભારત આવ્યા છે. અને આ આંકડા ગત મહિનાના નવેમ્બર મહિતાથી 9.3 ટકા વધારે છે.

modi

પર્યટકોની સંખ્યા વધી
આંકડા મુજબ ગત વર્ષે નવેમ્બરમાં 8.16 લાખ વિદેશી યાત્રીઓ ભારત આવ્યા હતા. જ્યારે 2014માં નવેમ્બર મહિનામાં 7.65 લાખ લોકો ભારત આવ્યા હતા. આ વર્ષે નવેમ્બરમાં ભારત આવનારા વિદેશીઓથી ફોરેન એક્સચેન્ઝ અર્નિગ (FEE) 14474 કરોડ રૂપિયા થઇ છે. જે ગત વર્ષે 12649 કરોડ હતી. જેમાં 14.4 ટકા ગ્રોથ જોવા મળ્યો છે.

નવેમ્બર 2016માં સૌથી વધારે અમેરીકી ભારતના પ્રવાસે આવ્યા હતા. તે પછી બ્રિટન અને બાંગ્લાદેશી લોકોએ ભારતની વધુ યાત્રા કરી છે. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીના આંકડા પર નજર કરીએ તો કુલ 138845 કરોડ વિદેશી યાત્રીઓ ભારત આવ્યા હતા. જ્યારે ગત વર્ષે આ આંકડો 121041 કરોડ હતો. આમ આ વર્ષે વિદેશી યાત્રીઓની સંખ્યામાં 14.7 ટકાનો વધારો જોવા મળ્યો છે.

English summary
Foreign tourist arrival increased upto 9.3 percent in November after demonetization.
Please Wait while comments are loading...