સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અલ્તમશ કબીરનું નિધન

Written By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ ના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અલ્તમશ કબીરનું 68 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ રવિવારે નિધન થયું છે. રવિવારે સવારે કલકત્તા ખાતે તેમનું નિધન થયું હતું. ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્યએ અલ્તમશ કબીર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સુપ્રીમ કોર્ટમાં ભાસ્કરના ન્યાયાધીશ બનાવામાં બાધા નાંખી હતી. એ સમયે અલ્તમશ કબીર ચર્ચામાં આવ્યા હતા.

altamas

અહીં વાંચો - યુપીઃ ગાયત્રી પ્રજાપતિ સહિત 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ

અલ્તમશ પર એવા પણ આરોપ હતા કે તેમણે બીજી બેન્ચ માટે લિસ્ટેડ કરવામાં આવેલા કેસ પર પણ સુનવણી કરી દીધી હતી. અલ્તમશ કબીરનો જન્મ 19 જુલાઇ, 1948ના રોજ કલકત્તામાં થયો હતો. તેમણે પોતાનો એલએલબી અને એમએનો અભ્યાસ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી કર્યો હતો અને 6 ઓગસ્ટ 1990ના રોજ તેમને કલકત્તા હાઇકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. 9 સપ્ટેમ્બર, 2005માં યૂપીએના કાર્યકાળમાં અલ્તમશ કબીરને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

English summary
Former chief justice of India Altamas Kabir passed away. He died at the age of 68 after prolong illness.
Please Wait while comments are loading...