For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં કેજરીવાલની કોન્ફરન્સમાં હંગામો

By Super
|
Google Oneindia Gujarati News

arvind kejriwal protest
નવીદિલ્હી, 21 ઑક્ટોબરઃ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ટીમ કેજરીવાલ અને આઇએસી કાર્યકર્તાઓનો હંગમો હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ ક્યારેક-ક્યારેક તેનાથી વિપરિત નજારો પણ જોવા મળે છે. દિલ્હીમાં પણ કંઇક આવું જ જોવા મળ્યું. કેજરીવાલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ તેમાં કેજરીવાલ પર તેમના જ લોકો દ્વારા આરોપો લગાવવામાં આવ્યા. જેના કારણે કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ અધૂરી મુકીને જતા રહ્યાં.

કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી ત્યારે પોતાને આઇએસીના કાર્યકર્તા ગણાવતા કેટલાક લોકોએ ધમાલ મચાવી દીધી અને જોર-શોરથી સૂત્રોચ્ચાર કરવાની શરૂઆત કરી દીધી. એની કોહલી નામની એક મહિલા કાર્યકર્તા કેટલાક સમર્થકો સાથે કેજરીવાલનો વિરુદ્ધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. જે દરમિયાન કેજરીવાલ અને એની કોહલી વચ્ચે બોલાચાલી થઇ.

એનીએ કેજરીવાલ પર આરોપ લગાવ્યા હતા કે, કેજરીવાલે અણ્ણા હજારે સાથે દગો કર્યો છે. તે આંદોલનને અધવચ્ચેથી જ છોડીને જતા રહે છે. એનીએ પોતાને પૂર્વ આઇએસી સભ્ય બતાવી કેજરીવાલને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા જેના જવાબ કેજરીવાલે આપ્યા ન હતા અને મામલાએ ગરમી પકડતા કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ અધૂરી મૂકી ત્યાંથી જતા રહ્યાં હતા.

બીજી તરફ પોતાની વિરુદ્ધ પ્રદર્શન કરવા આવેલી એ પૂર્વ આઇએસી સભ્યને પોતે નહીં ઓળખતાં હોવાનું કેજરીવાલે જણાવતાં કહ્યું છે કે, હું તેમને ઓળખતો નથી અને આ પહેલાં કોઇ પણ આંદોલનમાં મેં એની કોહલીને જાયા નથી.

English summary
Former IAC activist protest against Kejriwal in Delhi during press conference. kejriwal left press conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X