રાષ્ટ્રીય સ્મૃતિસ્થળમાં થશે અટલજીના અંતિમ સંસ્કાર, સમાધિ માટે 1.5 એકર જમીન

વાજપેયીના નિધન બાદ હવે તેમના પાર્થિવ શરીરને મેનન માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવશે.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે રહ્યા નથી. 16 ઓગસ્ટના રોજ એઈમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વાજપેયીના નિધન બાદ હવે તેમના પાર્થિવ શરીરને મેનન માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવશે.

atalji

આખી રાત તેમનું પાર્થિવ શરીર ત્યાં જ રહેશે. ત્યારબાદ સવારે 9 વાગે તેમને ભાજપના મુખ્ય કાર્યાલય લઈ જવામાં આવશે. ત્યાંથી બપોરે 1.30 વાગે તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે રાજઘાટ પાસે શાંતિવનમાં બનેલા રાષ્ટ્રીય સ્મૃતિમાં લાવવામાં આવશે. જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રીય સ્મૃતિ પર સુરક્ષા માટે ભારે પોલિસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. વળી, રાષ્ટ્રીય સ્મૃતિમાં સફાઈ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. સ્મૃતિ સ્થળની અંદર અને બહાર પોલિસની કડક સુરક્ષા યુનિટ તૈનાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સ્મૃતિ સ્થળ બીએસએફ હેઠળ આવે છે. સૂત્રોની માનીએ તો અહીં જ વાજપેયીનું સમાધિ સ્થળ પણ બનાવવામાં આવશે. તેમના સમાધિ માટે 1.5 એકર જમીન આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X