For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનીતિથી પ્રેરિત હતુ એવોર્ડ વાપસી અભિયાનઃ પૂર્વ સાહિત્ય એકેડેમી અધ્યક્ષ

ભૂતપૂર્વ સાહિત્ય એકેડમી અધ્યક્ષ વિશ્વનાથ પ્રસાદે દાવો કર્યો છે કે તેમની પાસે 2015 ના કહેવાતા ‘એવોર્ડ વાપસી' આંદોલન સરકારને બદનામ કરવા માટે કરવામાં આવ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

ભૂતપૂર્વ સાહિત્ય એકેડમી અધ્યક્ષ વિશ્વનાથ પ્રસાદે દાવો કર્યો છે કે તેમની પાસે 2015 ના કહેવાતા 'એવોર્ડ વાપસી' આંદોલન કે જેમાં 50 લેખકોએ નરેન્દ્ર મોદીના શાસનમાં અસહિષ્ણુતામાં કહેવાતા વિકાસ સામે વિરોધ કર્યો હતો જે માર્ક્સવાદી લેખકો અને હિન્દી કવિ અશોક વાજપેયી દ્વારા આયોજિત રાજકારણથી પ્રેરિત ઝુંબેશ હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીમાં સરકારને બદનામ કરવા માટે કરવામાં આવ્યુ હતુ.

pm modi

વાજપેયીએ જો કે તિવારીના દાવાને રદિયો આપ્યો છે જે સાહિત્યિક સામયિક 'દસ્તાવેજ' માં 10 પાનામાં છપાયેલ છે. જેનું સંપાદન તિવારી કરે છે. જેમાં તેમણે ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યુ છે કે તેમણે તેમનો એવોર્ડ પાછો આપવાનો નિર્ણય કર્યો છે કારણકે દેશમાં પ્રવર્તી રહેલ પરિસ્થિતિ લેખકોની એકતાની માંગણી કરી રહી હતી અને જેમણે એવોર્ડ પાછા આપ્યા છે તેઓ એકબીજાને જાણતા પણ નહોતા.

'ધ ટ્રુથ ઓફ એવોર્ડ વાપસી એન્ડ હિપોક્રીસી બિહાઈન્ડ ઈટ' શીર્ષક હેઠળ તિવારી કહે છે કે ચાર મહિનાની ઝુંબેશ લેખકોના ત્રણ ગ્રુપ દ્વારા પ્રેરિત હતી. જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વ્યક્તિગત તિરસ્કાર હતો. તેઓ સરકારને બદનામ કરવા માંગતા હતા અને 25 લેખકોનું ગ્રુપ તેમાંથી પ્રચાર કરવા માંગતા હતા.
તે સમયના એકેડમીના હેડ તિવારી કહે છે કે, 'મારી પાસે એ વાતના પુરાવા છે કે એવોર્ડ વાપસી સ્વયંસ્ફૂરિત નહોતી પરંતુ પાંચ લેખકો દ્વારા ચલાવાયેલી ઝુંબેશ હતી જેમાંના મોટાભાગનાએ તેઓ સત્તામાં આવ્યા તે પહેલા એન્ટી-મોદી સભાઓ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વાજપેયીએ આ ઝુંબેશ ફક્ત મોદી, એકેડમી અને તિવારી સામે વ્યક્તિગત કારણોસર તિરસ્કારને લીધો ચલાવી હતી.'

તેમણે લેખકો પાસેથી તે સમયગાળા દરમિયાન મેળવેલા ટેક્સ મેસેજ અને પત્રો પણ પ્રકાશિત કર્યા. જેમાંથી ઘણાએ તો જણાવ્યુ હતુ કે તેમના સાથીદારો તેમને ઝુંબેશનો ભાગ બનવા માટે દબાણ કરી રહ્યા છે. તિવારીએ જો કે લેખક નયનતારા સહગલની સતત અસંમતિ દર્શાવવા બદલ પ્રશંસા કરી. એવોર્ડ પરત કરનારા સહગલ તેમાંના પ્રથમ હતા. તિવારીએ જણાવ્યુ કે જ્યારે તેમણે કટોકટી સામે વિરોધ કર્યો હતો અને એકેડેમીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠક માટે પૂછ્યુ હતુ ત્યારે તે સ્પષ્ટ નહોતુ કે તેમણે તે જ સંસ્થામાંથી થોડા વર્ષો પછી શા માટે એવોર્ડ સ્વીકાર્યો હતો.

English summary
Former Sahitya Akademi chief says Have evidence to show Award Wapsi was politically motivated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X