"હું ભાગ્યશાળી છું કે મને દિલ્હીમાં પ્રણવ મુખર્જીની મદદ મળી.."

Written By:
Subscribe to Oneindia News

રવિવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર લખાયેલ પુસ્તક President Pranab Mukherjee - A statesmanનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. પુસ્તક વિમોચનના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ મારા જીવનનું સૌભાગ્ય છે કે, મને દિલ્હીના જીવનમાં પોતાને સેટ કરવામાં શ્રી પ્રણવજીનો સાથે સાંપડ્યો.

આ કાર્યક્રમમાં તમામ સાંસદો હાજર રહ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને યાદ છે કે, કટોકટીની પરિસ્થિતિ દરમિયાન મારે અનેક નેતાઓ અને તે પાણ ખાસી અલગ વિચારસરણી ધરાવતા નેતાઓ સાથે કામ કરવું પડ્યું હતું. મારું સૌભાગ્ય છે કે, મને માનનીય રાષ્ટ્રપતિ સાથે મળીને કામ કરવાની તક મળી. મોદીએ આગળ કહ્યું કે, પ્રેસિડન્સી, પ્રોટકૉલથી વધુ મહત્વપૂર્ણ છે. આ પુસ્તકની તસવીરોમાં આપણે આપણા રાષ્ટ્રપતિના માનવીય પક્ષને જોઇએ ત્યારે ગર્વ અનુભવાય છે.

English summary
Prime Minister Narendra Modi on Sunday said that he was fortunate to have Pranab Mukherjee to guide him.
Please Wait while comments are loading...