Video: મજનૂની પહેલા પીટાઈ કરી પછી સરઘસ કાઢી પોલીસ ચોકી લઇ ગયા
મધ્યપ્રદેશના છીંદવાડાના ચોરઇ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે છેડછાડ કરવાનો મામલો સામે આવ્યો છે.
મધ્યપ્રદેશના છીંદવાડાના ચોરઇ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે છેડછાડ કરવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવકને ફોન કરીને અશ્લીલ વાતો કરવી ખુબ જ મોંઘી પડી છે. યુવકથી પરેશાન યુવતીએ પોતાની બહેનો સાથે મળીને તેની ખુબ પીટાઈ કરી. ત્યારપછી તેને મારતા મારતા પોલીસ ચોકી લઇ આવી. મધ્યપ્રદેશના છીંદવાડામાં આ નજારો જોઈને બધા જ હેરાન થઇ ગયા. તેઓ આ છોકરીઓની હિંમતની સરાહના પણ કરી રહ્યા છે.

ખરેખર સતનુર ગામમાં રહેતા એક પરિવારની બે બહેનોની લાંબા સમયથી એક યુવક છેડછાડ કરી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ તે યુવક ફોન પર પણ અશ્લીલ વાતો કરતો હતો. હાલમાં પોલીસે યુવતીઓની ફરિયાદના આધારે યુવક સામે છેડછાડ સહીત એસસી એસટી અને બીજી ધારાઓ હેઠળ કેસ નોંધીને યુવકની ધરપકડ કરી લીધી છે.

ખરેખર સતનુર ગામમાં રહેતી ચાર બહેનો કોલેજમાં અભ્યાસ માટે રોજ ટ્રેનથી મુસાફરી કરતી હતી. તેમાંથી બે બહેનોનો મોબાઈલ નંબર તામિયામાં રહેતા યુવકે મેળવી લીધો. ત્યારપછી યુવક રોજ તેને ફોન કરીને અશ્લીલ વાતો કરવા લાગ્યો. જેનાથી બંને બહેનો પરેશાન થઇ ગયી. ત્યારપછી રવિવારે બંને બહેનોએ પોતાની બીજી બે બહેનો સાથે મળીને યોજનાપૂર્વક યુવકને પરાસીયા રેલવે સ્ટેશન બોલાવ્યો. યુવક પણ કઈ વિચાર્યા વિના ત્યાં આવી પહોંચ્યો. ત્યારપછી ચારે બહેનોએ મળીને યુવકની જોરદાર ધુલાઈ કરી પછી સરઘસ કાઢી પોલીસ ચોકી લઇ ગઈ. પોલીસે જણાવ્યું કે આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
