For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનૌમાં ચાર માળની ઈમારત ધરાશાયી, મોટી સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકા, 3 નાં મોત

લખનૌમાં વઝીર હસનગંજ રોડ આવેલી એક ઈમારત હલીને ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારત પડતા 3 લોકના મોત થઆ છે અને અને 30થી 34 લોકો દટાયા હોઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

લખનૌ : ઉત્તર પ્રદેશના લખનૌમાં એક ચાર માળની ઈમારત ઘરાશાયી થઈ હોવાના સમાચાર છે. મળી રહેલી વિગતો અનુસાર, લખનૌમાં વઝીર હસનગંજ રોડ આવેલી એક ઈમારત હલીને ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારત પડતા 3 લોકના મોત થઆ છે અને અને 30થી 34 લોકો દટાયા હોઈ શકે છે. હાલ મોટી સંખ્યામાં SDRF અને NDRFના જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે અને લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

Lucknow

સામે આવેલી વિહતો અનુસાર, આ બિલ્ડીંગ અચાનક પડી હતી. અત્યારસુધીમાં અહીંથી 3 લોકોના મૃતદેહ મળ્યા છે. હાલ ઘટના સ્થળે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક પણ પહોંચ્યા છે. અહીં તેમણે જણાવ્યુ કે, બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ હતી. રાહત અને બચાવ કાર્ય કરાઈ રહ્યું છે. SDRF અને NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે. 3 મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલાયા છે અને લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ મુદ્દે લખનૌના ડીએમ સૂર્ય પાલ ગંગવારે જણાવ્યું કે, 9 લોકોને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી માટે એનડીઆરએફ-એસડીઆરએફ અને સેનાને પણ બોલાવવામાં આવી છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.

અહીં નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે આગળ જણાવ્યું કે, 7 લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં મોકલાયા છે. હાલ તેમની હાલત નાજુક છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

લખનૌના ડીજીપી ડીએસ ચૌહાણે જણાવ્યું કે, જે સમયે ઈમારત પડી તે સમયે 8 પરિવારો ઈમારતમાં હતા. 5 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. હાલમાં અંદર 30-35 લોકો હોવાની આશંકા છે. મુખ્યમંત્રી ખુદ સ્થિતિ પર નજર રાખી રહ્યા અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

English summary
Four-storey building collapses in Lucknow, 3 dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X