સાહસિક જવાનોને નમ આંખે શ્રદ્ધાંજલિ, આજના ખાસ ન્યૂઝ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો ઉત્તરાખંડમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા જવાનોને દહેરાદૂન ખાતે ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી, તો દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આવા કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

બેઇજિંગમાં ભારત-ચીન બોર્ડર વાર્તા
શુક્રવારે બેઇજિંગમાં ભારત અને ચીન વચ્ચે બોર્ડર વાર્તા શરૂ થઇ છે. આ તકે હાજર રહેલા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર શિવ શંકર મેનન અને ચાઇનિઝના સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ યાંગ જિએચી.

અમરનાથ તરફ પ્રયાણ
અમરનાથ યાત્રામાં જઇ રહેલા સાધુઓ જ્યારે ચાંદનવારી બેસ કેમ્પ પાસે કેટલાક અન્યોની રાહ જોઇ રહ્યા છે.

યુએનનો એવોર્ડ
બેહરિનમાં મહામા ખાતે યુએન અન્ડર સેક્રેટરી જનરલ વાઉ હોન્ગોબો પાસેથી સંયુક્ત રાષ્ટ્ર પબ્લિક સર્વિસ એવોર્ડ મેળવી રહેલા કેરળના મુખ્યમંત્રી ઓમેન ચાંદી.

શહીદ અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ
પશ્ચિમ બંગાળના બાન્કુરા જિલ્લા ખાતે શ્રીનગરમાં શહીદ થનાર સૈનિક સેપોય અદ્વિતા નાંદી અને સૈનિકના મોતના સમાચાર બાદ આત્મહત્યા કરનારા તેમના પત્નીને શ્રદ્ધાંજલિ અર્પી રહેલા સેનાના જવાનો.

સીસીઇએની કોન્ફરન્સ
નવી દિલ્હીમાં કેબિનેટ કમિટિ ઓન ઇકોનોમિક અફેર્સની એક પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધી રહેલા કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી.

કુલગામમાં મિલિટન્ટ સાથે અથડામણ
કુલગામના હોસ્પિટલ જિલ્લામાં મિલિટન્ટ્સ સાથે અથડામણ દરમિયાન ફાયરિંગ કરી રહેલા સૈનિકો.

પ્રદર્શનકારીઓને રોકવા કલરપાણી
શ્રીનગરના જ્હાંગીર ચોકમાં શિક્ષકો દ્વારા કરવામાં આવેલા વિરોધને રોકવા માટે પોલીસ દ્વારા કલરયુક્ત પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સાહસિક જવાનોને શ્રદ્ધાંજલિ
દહેરાદુનમાં ઉત્તરાખંડમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થનારા સાહસિક જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ તકે શહીદોને શ્રદ્ધંજલિ અર્પી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલકુમાર શિંદે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા અને આર્મી ચિફ જનરલ વિક્રમ સિંહ તથા સૈનિકો.

નુન્વાનમાં યાત્રાળુ દ્વારા વિરોધ
જમ્મૂમાં નુન્વાન બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રીઓ સાથે પોલીસના વ્યવહારના વિરોધમાં યાત્રાળુઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મેંડલાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
દક્ષિણ આફ્રિકામાં પૂર્વ દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના સારા સ્વાસ્થ્ય માટે તેમની મોટી તસવીર સામે પ્રાર્થના કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
