For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુગ્રામઃ જુમ્માની નમાઝ માટે વિવાદ, ખુલ્લામાં નમાઝ પઢવાથી રોક્યા

રાજધાની પાસે આવેલા ગુરુગ્રામમાં નમાઝને લઈને વિવાદ ચાલુ થયો છે. વાસ્તવમાં, શુક્રવારની નમાઝ પઢવા અંગે હિંદુ સંગઠનો દ્વારા લગભગ 10 જગ્યાઓએ વિરોધ કરવામાં આવ્યો અને તેમને રોકવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

રાજધાની પાસે આવેલા ગુરુગ્રામમાં નમાઝને લઈને વિવાદ ચાલુ થયો છે. વાસ્તવમાં, શુક્રવારની નમાઝ પઢવા અંગે હિંદુ સંગઠનો દ્વારા લગભગ 10 જગ્યાઓએ વિરોધ કરવામાં આવ્યો અને તેમને રોકવામાં આવ્યા. આ લોકોએ પ્રશાસનને ચેતવણી આપી અને કહ્યું કે જો તેમને સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢવાથી રોકવામાં ન આવ્યા તો આ લોકો તેમનો વિરોધ ચાલુ રાખશે. જો કે, આ દરમિયાન પોલીસના ભારે બંદોબસ્તને કારણે કોઈ પ્રકારની હિંસા થઈ નહિ. તેમ છતાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.

નમાઝ પઢતા લોકોને રોક્યા

નમાઝ પઢતા લોકોને રોક્યા

તમને જણાવી દઈએ કે ગુરુગ્રામના સેક્ટર 53 ના ખાલી પ્લોટમાં ગયા મહિને 20 એપ્રિલે નમાઝ પઢતા લોકોને કેટલાક લોકોએ રોક્યા હતા. જેના કારણે વિવાદ વધી ગયો હતો. આ સંગઠનના લોકો દ્વારા સિકંદરપુર, ઈફ્કો ચોક, અતુલ કટારિયા ચોક, એમજી રોડ અને સાઈબર પાર્કની નજીક આવેલા એક પ્લોટ પાસે પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

જુમ્માની નમાઝ માટે ગુરુગ્રામમાં વિવાદ

જુમ્માની નમાઝ માટે ગુરુગ્રામમાં વિવાદ

હિંદુ સંયુક્ત સંઘર્ષ સમિતિના સભ્યોનું કહેવુ છે કે નમાઝ પઢવાની અનુમતિ રોડના કિનારે, પાર્ક અને ખાલી પડેલી સરકારી જમીનો પર નથી, નમાઝીઓનો આરોપ છે કે આ સમિતિના સભ્યોએ તેમને ઘણી જગ્યાએ નમાઝ પઢવાથી રોક્યા. આ બાબતે નહેરુ યુવા સંગઠન વેલ્ફેર સોસાયટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વાજિદ ખાને કહ્યું કે ગુરુવારે પોલિસ સાથે થયેલી મીટિંગમાં ત્રણ જગ્યાએ નમાઝ નહિ પઢવા માટે સહમતિ સધાઈ. તેમણે જણાવ્યું કે 34 જગ્યાઓએ નમાઝ ન પઢવા માટે કહેવામાં આવ્યુ હતુ. જેમાં સેક્ટર 53 નો પ્લોટ, સિકંદરપુર અને અતુલ કટારિયા ચોકની જગ્યાઓ પર સહમતિ સધાઈ હતી. આ જગ્યાઓએ નમાઝીઓની ભીડને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે.

મુસ્લિમોએ પોલિસને કરી ફરિયાદ, કેમ નમાઝથી રોકી રહ્યા છે હિંદુ

મુસ્લિમોએ પોલિસને કરી ફરિયાદ, કેમ નમાઝથી રોકી રહ્યા છે હિંદુ

હિંદુ સંગઠન સંયુક્ત હિંદુ સંઘર્ષ સમિતિના નેતા રાજીવ મિત્તલનું કહેવુ છે કે તે મુસ્લિમોની વિરોધમાં નથી પરંતુ જ્યાં નમાઝની અનુમતિ નથી ત્યાં નમાઝ ન પઢવી જોઈએ. તેમણે તેમ પણ કહ્યું કે તેમના લોકો અતુલ કટારિયા ચોક, સેક્ટર 40 અને સિકંદરપુરમાં નમાઝ પઢવાથી રોકવા ગયા હતા. વજીરાબાદ મામલે પોલિસને ફરિયાદ કરવા ગયેલા હાજી શહજાદ ખાને કહ્યું કે 10 જગ્યાઓ પર નમાઝ પઢવાથી રોકવામાં આવ્યા. સમિતિના આ લોકોને કાયદો હાથમાં લેવાની અનુમતિ કોણે આપી. ખાને કહ્યું કે ગુરુગ્રામમાં માત્ર 22 મસ્જિદો છે અને 7 લાખથી વધુ મુસ્લિમો છે. માટે તેમની પાસે વધારે વિકલ્પો નથી. નમાઝ માટે અમે કોઈને હેરાન ન કરી શકીએ.

પોલિસે કાર્યવાહી માટે આપ્યુ આશ્વાસન

પોલિસે કાર્યવાહી માટે આપ્યુ આશ્વાસન

ગુરુગ્રામ પોલિસે પણ આ હંગામાં પર કહ્યું કે પોલિસ બધી રીતે તૈયાર છે અને કોઈને પણ કાયદો હાથમાં લેવા દેવામાં નહિ આવે. પીઆરઓ રવિન્દ્ર કુમારે કહ્યુ કે બધા પોલિસ અધિકારીઓને આદેશ આપવામા આવ્યા છે કે ખાસ જગ્યાઓ પર પોલિસ કર્મીઓને તૈનાત કરવામાં આવે. ગુડગાંવના ડેપ્યુટી કમિશ્રર વિનય પ્રતાપસિંહે કહ્યું કે બધી જગ્યાઓ પર પર્યાપ્ત સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને નમાઝ રોકવાની ઘટના સામે આવવા પર પોલિસ તેમની સાથે કડક હાથે કામ લેશે. તમને જણાવી દઈએ કે 20 એપ્રિલના રોજ સાઈબર સિટીના સેક્ટર 53માં લોકોના નમાઝ પઢવા દરમિયાન હંગામો થયો હતો. ગુરુગ્રામના સેક્ટર 53ના વજીરાબાદ ગામની ખાલી જમીન પર જુમ્માની નમાઝ અદા કરી રહેલા લોકોને ગામના કેટલાક લોકોએ યુવકોએ ભગાડી દીધા હતા. આ મામલે પોલિસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. સંયુક્ત હિંદુ સંઘર્ષ સમિતિએ ધમકી પણ આપી હતી કે તે શુક્રવારે પણ રસ્તા પર ઉતરશે અને એ વાતનું ધ્યાન રાખશે કે કોઈ ખુલ્લામાં નમાઝ ન પઢે.

English summary
friday namaz disrupted at 10 locations gurugram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X