For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીરોને સલામઃ અભિનંદનને 'વીર ચક્ર', સોમબીર 'શૌર્ય ચક્ર'થી સમ્માનિત, જુઓ આખી યાદી

રાષ્ટ્રપતિ ભવનમાં આજે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વીર સૈનિકોને સમ્માનિત કર્યા. જુઓ યાદી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આજે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વીર સૈનિકોને સમ્માનિત કર્યા. તેમણે બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને 'વીર ચક્ર'થી નવાજ્યા જ્યારે વીર નાયક સૂબેદાર સોમબીરને મરણોપરાંત 'શૌર્ય ચક્ર'થી સમ્માનિત કરવામાં આવ્યા. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મારવા માટે વીર પ્રકાશ જાધવને મરણોપરાંત 'કીર્તિ ચક્ર'થી સમ્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિએ તેમની પત્ની અને માતાને આ પુરસ્કાર સોંપ્યો.

શંકર ઢોઢિયાલને મરણોપરાંત 'શૌર્ય ચક્ર'

શંકર ઢોઢિયાલને મરણોપરાંત 'શૌર્ય ચક્ર'

મેજર વિભૂતિ શંકર ઢોઢિયાલને પણ મરમોપરાંત 'શૌર્ય ચક્ર'થી સમ્માનિત કરવામાં આવ્યા છે. મેજર વિભૂતિએ ભારત માની રક્ષા કરવા માટે 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોને ન્યોછાવર કરી દીધા હતા. ભારત માના આ લાલોને આખો દેશ સાચા મનથી સલામ કરે છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ શામેલ થયા.

'વીર ચક્ર'

'વીર ચક્ર'

વીર ચક્ર ભારતમાં યુદ્ધના સમયે અપાતુ ત્રીજુ સર્વોચ્ચ સમ્માન છે. આ સમ્માન સૈનિકોને અસાધારણ વીરતા કે ત્યાગ માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ મુજબ તે મહાવીર ચક્ર પછી આવે છે. આ પદક ભારત માતાની સેવા કરનારા એ વીરોને આપવામાં આવે છે જે પોતાના જીવની પરવા ન કરીને પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર રહે છે. આ મેડલ સિલ્વરનો બનેલો હોય છે. તેને વાદળી અને નારંગી રંગની લેસ સાથે આપવામાં આવે છે.

'કીર્તિ ચક્ર'

'કીર્તિ ચક્ર'

કીર્તિ ચક્ર પણ દેશનો વીરતા પુરસ્કાર છે. આ પદક ગોળાકાર હોય છે અને ચાંદીનો બનેલો હોય છે. આની લેસ લીલા રંગની હોય છે જેના પર નારંગી રંગની બે સીધી રેખાઓ બનેલી હોય છે.

'શૌર્ય ચક્ર'

'શૌર્ય ચક્ર'

શૌર્ય ચક્ર પણ વીરતા પદક છે જે વીર સૈનિકોને પ્રદાન કરવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ મુજબ તે કીર્તિ ચક્ર બાદ આવે છે.

English summary
Gallantry Awards: Abhinandan Varthaman receive Vir Chakra, Vibhuti Dhoundiyal got Shaurya Chakra. See list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X