For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં મોદીની હુંકાર રેલીઃ ગાંધી મેદાનનો અનોખો ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

પટના, 25 ઓક્ટોબરઃ બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં 27 ઓક્ટોબરે ભારતીય જનતા પાર્ટી( ભાજપ)ની થનારી ‘હુંકાર રેલી'ને પાર્ટી અભૂતપૂર્વ રેલી ગણાવી રહી છે. આ રેલીનો મુખ્ય ચહેરો ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હશે, પરંતુ ગાંધી મેદાન આ પહેલાં પણ અનેક મહત્વપૂર્ણ રેલીઓનું સાક્ષી રહી ચૂક્યું છે, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. કહેવામાં આવે છે કે, બિહાર રેલીઓનો પ્રદેશ રહ્યું છે, જ્યાંના રાજકારણમાં રેલીનું પોતાનું એક મહત્વ હોય છે. બિહારના રાજકારણના જાણકાર પણ કહે છે કે, હવે ખુરશીની દાવેદારી અને પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે રાજકીય દળો રેલીઓનો સહારો લે છે, પરંતુ ભૂતકાળમાં રેલીઓનું આયોજન જનતા અને દેશના હિતમાં કરવામાં આવતું હતું. આમ તો ભૂતકાળમાં રેલીના સ્થાને સભાઓ થતી હતી અને ધીરે ધીરે આ સભાઓ રેલીમાં પરિણામી.

બિહારની રેલીઓના ઇતિહાસ પર નજર ફેરવવામાં આવે તો 1967માં રામ મનોહર લોહિયાએ વિશાળ સભાનું આયોજન ગાંધી મેદાનમાં કર્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યો હતા. ગાંધી મેદાનમાં 70ના દશકામાં જય પ્રકાશ નારાયણ(જેપી)ની સભાઓ થતી રહી. પાંચ જૂન 1975માં જેપી આંદોલનની રેલી અત્યારસુધીની વિશાળ રેલી માનવામાં આવે છે. આ રેલી દરમિયાન જેપીએ સંપૂર્ણ ક્રાન્તિનો નારો લગાવ્યો હતો. જો કે, 1980ના દશકામાં ગાંધી મેદાનમાં ચૂંટણીની સભાઓ થઇ પરંતુ રેલીઓને લઇને આ મેદાન સુનુ રહ્યું હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ મેદાન પર ઇતિહાસમાં કઇ કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 1967

વર્ષ 1967

વર્ષ 1967માં રામ મનોહર લોહિયાએ વિશાળ સભાનું આયોજન ગાંધી મેદાનમાં કર્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

1975

1975

ગાંધી મેદાનમાં 70ના દશકામાં જય પ્રકાશ નારાયણ(જેપી)ની સભાઓ થતી રહી. પાંચ જૂન 1975ના રોજ જેપી આંદોલનની રેલી અત્યારસુધીની સૌથી વિશાળ રેલી માનવામાં આવે છે. આ રેલી દરમિયાન જેપીએ સંપુર્ણ ક્રાન્તિનો નારો આપ્યો હતો. આ રેલીમાં બિહારના મોટાભાગના ગામડાઓમાંથી લોકો આવ્યા હતા અને જેપીને સાંભળવા માટે લોકોની લાઇન લાગી હતી.

1990

1990

ત્યારબાદ 1990ના દશકામાં સભાઓને રેલી તરીકે સંબોધિત કરવામાં આવી. રાજકિય પાર્ટીઓ રેલીઓના નામ પર શક્તિ પ્રદર્શન કરવા લાગી. આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદનો સમય હતો. લાલુ સત્તામાં આવ્યા બાદ રેલીઓ ચર્ચિત થવા લાગી.

લાલુ-નીતિશ, ફર્નાન્ડિસ રહ્યાં ચર્ચામાં

લાલુ-નીતિશ, ફર્નાન્ડિસ રહ્યાં ચર્ચામાં

રાજકિય પાર્ટીઓ રેલીમાં એકઠી થતી ભીડથી પોતાની શક્તિનો અહેસાસ કરવા લાગી અને પોતાનું કદ વધારવા માટે આ રેલીઓનો ઉપયોગ કરવામાં લાગી ગઇ. આ રેલીઓના નાયક લાલુ પ્રસાદ ઉપરાંત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન, જ્યોર્જ ફર્નાન્ડિસ ચર્ચિત નેતા રહ્યાં છે.

લાલુ દ્વારા અનેક રેલીઓ કરવામાં આવી

લાલુ દ્વારા અનેક રેલીઓ કરવામાં આવી

લાલુ દ્વારા કરવામાં આવેલી રેલીઓમાં 1995 અને 96માં ગરીબ રેલી, 97માં મહાગરીબ રેલી, 2003માં લાઠી રેલી, 2007માં ચેતાવણી રેલી અને 2012માં પરિવર્તન રેલી છે. કહેવામાં આવે છે કે, લાલુના શાસન કાળમાં જેટલી રેલીનું આયોજન થયું, એ રેલીઓથી માત્ર તેમનું રાજકિય કદ જ નહોતું વધ્યું, પરંતુ તેમની નોંધ રાષ્ટ્રિય રાજકારણમાં થવા લાગી.

2012

2012

નીતિશ કુમારે પણ 2012માં અધિકારી રેલી આયોજિત કરીને પોતાનું નામ રેલીઓના ઇતિહાસમાં નોંધાવી દીધું. આ રેલીના માધ્યમથી નીતિશ કુમારે જ્યાં બિહારને વિશેષ રાજ્યનો દરરજો અપાવવાની માંગને લઇને કેન્દ્ર સરકારને બિહારની ભાવનાઓથી અવગત કરાવ્યા ત્યાં જ પછાત રાજ્યોને પણ આહવાન કર્યું.

27 ઓક્ટોબર 2013

27 ઓક્ટોબર 2013

27 ઓક્ટોબરે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકારની સફળતા માટે પાર્ટીના નેતાઓ મહેનત કરી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિ શંકર પ્રસાદનું કહેવું છે કે, આ રેલી બિહારમાં રાજકિય બદલાવ લાવશે.

English summary
Gujarat chief minister narendra modi will address rally at gandhi maidan in bihar. here some history about gandhi maidan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X