For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મારી દિકરીના મૃત્યુની કિંમત પર થંભે આ હેવાનીયત'

|
Google Oneindia Gujarati News

gang rape
સિંગાપૂર, 29 ડિસેમ્બર: દિલ્હીમાં ચાલતી બસમાં પોતાની હવસનો શિકાર બનાવી તેને ચાલતી બસમાંથી ફેંકી દીધેલી 23 વર્ષીય યુવતીની જીવન-મૃત્યુની લડાઇ થંભી ગઇ અને તેણે સિંગાપૂરની હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. સાધારાણ ખાનગી નોકરી કરતા યુવતીના પિતાએ અત્યારસુધીની બધી કમાણી તેના શિક્ષણ પાછળ ખર્ચી નાખી હતી. તેણે પોતાના બંને ભાઇઓને એવું વચન આપીને દિલ્હી આવી હતી કે તેમના શિક્ષણનો ખર્ચ હવે તે ઉઠાવશે.

પરંતુ એ છ નરાધમોએ માત્ર એ યુવતીનું જ નહી પરંતુ આખા પરિવારના સપનાઓની હત્યા કરી નાખી. આ ઘટનાથી સંપૂર્ણ રીતે ભાંગી પડેલા યુવતીના માતા-પિતાને અન્યોની ફિકર પણ છે. યુવતીના માતા પિતાએ લોકોને એવી અપિલ કરી છે કે મારી દિકરી તો હવે નથી રહી પરંતુ અન્યોની દિકરીઓ સુરક્ષિત રહે તેવી આશા છે. યુવતીના પિતાએ જણાવ્યું કે મારી દિકરીના મોતની કિંમતથી પણ જો દિલ્હી અને દેશની દિકરીઓના ભવિષ્ય સુરક્ષિત થતું હોય, તો મારું દુ:ખ ઓછું થશે.

યુવતીના માનાપિતા ભાંગી પડ્યા છે છતા, તેઓ કહે છે કે 'મારી દિકરીના મોતથી દેશની મહિલાઓની સુરક્ષાને લઇને જાગૃતિ વધશે. દેશમાં દિકરીઓને હક અને સમ્માન મળશે.'

તેણીના પિતાએ જણાવ્યું કે મારી દિકરી પર અમારુ ઘર નિર્ભર હતું, અમને સૌને તેની પાસે ઘણી આશાઓ હતી. અમારા પરિવારમાં તે સૌથી બહાદુર હતી અને મુશ્કેલીઓને કેવી રીતે પડકારીને ખુશ રહેવું તેણે અમને શીખવ્યું હતું.'

English summary
gang rape victim's father wants to stop this kind of incident instead of his daughter death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X