ગેંગસ્ટર અબૂ સલેમે ચાલતી ટ્રેનમાં કર્યા નિકાહ

Posted By:
Subscribe to Oneindia News
abu salem
મુંબઇ, 4 ફેબ્રુઆરી: ગેંગસ્ટર અબૂ સલેમનું ફિલ્મી કનેક્શન જગજાહેર છે, પરંતુ પોતાના અંગત જીવનમાં પણ અબૂ હીરોની જેમ વર્તશે એનો કોઇને પણ અંદાજો ન્હોતો. નકલી પાસપોર્ટ સહીત ગણા ગંભીર આરોપોમાં છેલ્લા 12 વર્ષથી જેલમાં કેદ અબૂ સલેમે ચાલતી ટ્રેનમાં નિકાહ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ ઘટના 8 જાન્યુઆરીની છે જ્યારે સલેમને નકલી પાસપોર્ટના કેસમાં લખનઉ લાવવામાં આવી રહ્યો હતો.

2002માં પુર્તગાલથી પ્રત્યર્પણ હેઠળ સલેમને ભારત લાવવામાં આવ્યો હતો. તેની પર ગંભીર આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે. એક સમાચાર પત્ર અનુસાર સલેમે ચાલતી ટ્રેનમાં લગ્ન કર્યા હતા. સલેમને કોર્ટમાં હાજરી આપવા માટે લખનઉ લઇ જવાઇ રહ્યો હતો. આ દરમિયાન જ તેણે મુંબ્રાની એક યુવતી સાથે નિકાહ કરી લીધા.

સલેમના નિકાહ મુંબઇમાં એક કાજીએ ફોન પર પઢ્યાં. આ નિકાહના સાક્ષી બન્યા સલેમના એક સંબંધી રાશિદ અંસારી અને મુંબઇ અને લખનઉ પોલીસના કર્મચારીઓ. મુંબઇમાં સલેમનું કામકાજ આ યુવતી જ સંભાળે છે. જોકે તેના વિશે હજી સુધી કોઇ જાણકારી બહાર નથી આવી.

ટ્રેનમાં ગેંગસ્ટરના નિકાહ અંગે પોલીસ અધિકારીઓ પણ કઇ બોલવા માટે તૈયાર નથી. અત્રે ઉલ્લેખની છે કે સલેમ શરૂથી જ રંગીન જીંદગી વિતાવવા આદી રહ્યો છે. આ પહેલા તેણે અભિનેત્રી મોનિકા બેદી સાથે પણ લગ્ન કર્યા હતા. જોકે મોનિકાએ હંમેશા આ તેની સાથેના લગ્નથી ઇનકાર કર્યો છે.

English summary
Gangster Abu Salem got hitched, true filmy style, when he got married to a woman on a train, while he was being taken to Lucknow for a hearing in one of the many cases against him in Indian courts.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.