For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુકાની ગાંગુલી નહીં, હવે ડોક્ટર સૌરવ ગાંગુલી કહો

By Super
|
Google Oneindia Gujarati News

કોલકતા, 15 જાન્યુઆરીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીને બંગાળ એન્જીનિયરિંગ એન્ડ સાયન્સ યુનિવર્સિટી(બીઇએસયુ) તરફથી ડી લિટની ઉપાધીથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માન તેમને તેમણે ક્રિકેટમાં આપેલા યોગદાન બદલ આપવામાં આવી રહી છે. વિશ્વવિદ્યાલયના કુલપતિ અજય રોયનુ કહેવું છે કે, તેમણે ટીમ ઇન્ડિયાને પોતાના નેતૃત્વ હેઠળ ઉંચાઇઓ સુધી પહોંચાડી અને દેશને વિશ્વ ક્રિકેટમાં મોટી સફળતાં અપાવી, તેથી અમે તેમને આ સન્માન આપવા માગીએ છીએ.

saurav-ganguly
સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 113 ટેસ્ટ મેચોમાં 16 સદી અને 35 અડધી સદી સાથે 7212 રન બનાવ્યા, જ્યારે વનડે ક્રિકેટમાં 22 સદીઓ અને 72 અડધી સદીની મદદથી 11,363 રન બનાવ્યા.

કુલપતિ અનુસાર ક્રિકેટમાં પણ સાયન્સ, ટેક્નોલોજી અને આર્ટ છે. મેનેજમેન્ટના છાત્ર સૌરવ પાસેથી લીડરશિપના ગુણ શીખી શકે છે. 25 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ કે નારાયણનની ઉપસ્થિતિમાં સૌરવને આ સન્માન આપવામાં આવશે. બીઇએસયુ બંગાળ એન્જીનિયરિંગ કોલેજના રૂપમાં 1856માં સ્થાપિત કરવામાં આવી હતી. 1992માં તેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરરજો આપવામાં આવ્યો. ત્યારબાદ 2004માં તેને એક પૂર્ણ વિશ્વવિદ્યાલયનો દરરજો પ્રાપ્ત થયો છે.

English summary
Former India captain Sourav Ganguly would be conferred with an honorary Doctor of Letters (D.Litt) degree by the prestigious Bengal Engineering and Science University (BESU), Shibpur, for his great contribution to Indian cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X