ગૌરી લંકેશ હત્યાકાંડ: ગૃહ મંત્રાયલયે માંગ્યો રિપોર્ટ

Written By:
Subscribe to Oneindia News

કટ્ટર હિંદુવાદી સંગઠનો વિરુદ્ધ એક મજબૂત અવાજ એવા મહિલા પત્રકાર ગૌરી લંકેશની જે રીતે બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી, એ પછી દરેક જગ્યાએ લોકો આ ઘટનાના વિરોધમાં અવાજ ઉઠાવી રહ્યા છે. રાજકારણ અને સામાજિક વર્ગ સાથે જોડાયેલા લોકોએ આ ઘટનાની આલોચના કરી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે લગભગ 7.45 વાગ્યે ગૌરી શંકર પોતાના ઘરમાં દાખલ થઇ રહ્યાં હતા, એ સમયે બાઇક પર સવાર ત્રણ લોકોએ ગોળી મારી તેમની હત્યા કરી હતી. ગૌર લંકેશ પર 7 રાઉન્ટનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોતાના બચાવ માટે ગૌરી લંકેશ જ્યારે ઘરના મુખ્ય દરવાજા તરફ ભાગ્યા ત્યારે ત્રણ ગોળી તેમના ગળા પર, છાતી અને માથામાં વાગી હતી, જ્યારે 4 ગોળીઓ દીવાલ પર લાગી હતી. ગૌરી લંકેશ કન્નડ સમાચાર પત્ર પત્રિકેના સંપાદક હતા.

gauri lankesh

ગૃહમંત્રાલયે માંગ્યો રિપોર્ટ

આ મામલાની તપાસ ચાલુ છે. ગુહ મંત્રાલય દ્વારા ગૌરી લંકેશ હત્યાકાંડની રિપોર્ટ માંગાવવામાં આવી છે. હત્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ અંગે સિદ્ધરમૈયાએ કહ્યું કે, ગૌરી લંકેશની હત્યા એક સંગઠિત અપરાધ છે, પોલીસને આ મામલે તપાસ કરવા દો. આ મામલાની તપાસ માટે એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેની કમાન વરિષ્ઠ પોલીસ અધિકારીના હાથમાં છે.

ગૌરી લંકેશના ભાઇએ કરી CBI તપાસની માંગ

નોંધનીય છે કે, ગૌરી લંકેશના ભાઇ દ્વારા આ મામલે સીબીઆઇ તપાસની માંગણી કરવામાં આવી હતી. તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ પહેલા પણ અનેક હત્યાઓ થઇ છે, પરંતુ તેની તપાસ આજ સુધી પૂરી નથી થઇ. હું મારી બહેનની હત્યાથી ખૂબ દુઃખી છું. આ મામલાની તપાસ બને એટલી જલ્દી થવી જોઇએ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અમારી સામે ખુલવા જોઇએ અને ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.

English summary
Journalist Gauri Lankesh shot dead in Bangalore on Tuesday. Read all the latest updates in Gujarati.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.