For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌતમ ગંભીરને ત્રીજી વખત મોતની ધમકી મળી, કશ્મીર મુદ્દાથી દુર રહેવા કહ્યું!

ભાજપના સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ISIS કાશ્મીર તરફથી ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 નવેમ્બર : ભાજપના સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ISIS કાશ્મીર તરફથી ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસમાં કથિત આતંકવાદી સંગઠનના જાસૂસો છે, જે ગૌતમ ગંભીર પર નજર જ રાખે છે. ધમકીભર્યા ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી પોલીસમાં ISIS કાશ્મીરના જાસૂસો છે, જે ગૌતમ ગંભીર પર નજર રાખે છે અને આતંકવાદી સંગઠનને જણાવે છે.

દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, IPS શ્વેતા કંઈ ઉખેડી શકશે નહીં

દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, IPS શ્વેતા કંઈ ઉખેડી શકશે નહીં

ગૌતમ ગંભીરને મારી નાખવાની ધમકી આપતા મેઈલમાં ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણનો ઉલ્લેખ છે. જણાવી દઈએ કે ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે મીડિયાને ગૌતમ ગંભીરને અગાઉ બે વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાની અપડેટ આપી હતી. ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, તમારી દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા કંઈ જ ઉખેડી નહીં શકે. અમારા જાસૂસો પણ પોલીસમાં હાજર છે. જે અમને તમારા વિશે તમામ માહિતી આપતા રહે છે.

ISIS કાશ્મીર તરફથી ઈમેલ મોકલવામાં આવ્યો

ISIS કાશ્મીર તરફથી ઈમેલ મોકલવામાં આવ્યો

ગૌતમ ગંભીર તરફને શનિવાર 28 નવેમ્બરે બપોરે 1:37 વાગ્યે ઈમેલ મળ્યો. આ ધમકી ઈમેલ એડ્રેસ [email protected] પરથી મોકલવામાં આવી છે. ગયા અઠવાડિયે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેને ISIS કાશ્મીર હોવાનો દાવો કરતા સંગઠન તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.

ગૌતમ ગંભીર અમે તને મારી નાંખતા પણ તું ગઈ કાલે બચી ગયો

ગૌતમ ગંભીર અમે તને મારી નાંખતા પણ તું ગઈ કાલે બચી ગયો

ગૌતમ ગંભીરની ફરિયાદ બાદ દિલ્હીના રાજેન્દ્ર નગર સ્થિત તેના ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ગૌતમ ગંભીરને મળેલ પ્રથમ ઈમેલમાં લખ્યું હતું કે, અમે તને અને તારા પરિવારને મારી નાખવા જઈ રહ્યા છીએ. થોડી જ વારમાં તેને બીજો ઈ-મેલ મળ્યો. જેમાં લખ્યું હતું કે, અમે તને મારી નાખત, પણ તું ગઈ કાલે બચી ગયો.

જો પરિવારથી પ્રેમ છે તો કાશ્મીર મુદ્દાથી દૂર રહો

જો પરિવારથી પ્રેમ છે તો કાશ્મીર મુદ્દાથી દૂર રહો

ઈમેલમાં લખ્યું હતું કે, જો તમે તમારા પરિવારે ચાહો છો તો રાજકારણ અને કાશ્મીર મુદ્દાથી દૂર રહો. બીજા ઈ-મેઈલમાં ગૌતમ ગંભીરના દિલ્હીના ઘરની બહાર શૂટ કરાયેલા વીડિયોની પણ એટેચમેન્ટ હતી.

પાકિસ્તાનથી ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈમેલ આવ્યો છે

પાકિસ્તાનથી ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈમેલ આવ્યો છે

દિલ્હી પોલીસે એકાઉન્ટ ઓપરેટર્સ અને રજિસ્ટર્ડ આઈડીની માહિતી મેળવવા માટે ગૂગલનો સંપર્ક કર્યો હતો, જેના દ્વારા કથિત ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. સૂત્રએ જણાવ્યું કે ગૂગલની માહિતી અનુસાર આ મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો.

English summary
Gautam Gambhir receives death threat for third time, asks to stay away from Kashmir issue!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X