For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા CDS નિયુક્ત થવા સુધી ચાલશે જૂની વ્યવસ્થા, જનરલ નરવણે લઈ શકે છે બિપિન રાવતની જગ્યા

વરિષ્ઠ ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ચીફ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે પદભાર ગ્રહણ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવતના નિધન બાદ તેમની જગ્યા ખાલી થઈ ગઈ છે. ત્યારબાદ સેનામાં થોડા સમય માટે ફરીથી જૂની વ્યવસ્થા પાછી આવી ગઈ છે. ત્રણ સેવા પ્રમુખોમાંથી સૌથી વરિષ્ઠ ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ચીફ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે પદભાર ગ્રહણ કર્યો છે. ત્રણે સેનાઓ ભૂમિદળ, નૌકાદળ અને વાયુ દળ વચ્ચે તાલમેળ સુનિશ્ચિત કરવાનુ કામ હવે જનરલ એમએમ નરવણે કરશે. સીડીએસના કાર્યાલયના અસ્તિત્વમાં આવતા પહેલા સેનાના વરિષ્ઠ અધિકારીને ચીફ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવતા હતા, જે ત્રણે ભૂમિ, વાયુ અને નૌકા દળ વચ્ચે તાલમેળ બનાવીને રાખતા હતા.

General Naravane

સૂત્રોનુ કહેવુ છે કે નવા સીડીએસની નિયુક્તિ સુધી આ માત્ર સ્ટૉપગેપ વ્યવસ્થા છે. જ્યાં સુધી કોઈ નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ન મળી જાય ત્યાં સુધી આ વ્યવસ્થા આ જ રીતે ચાલશે. એક અધિકારીએ કહ્યુ, 'આ એક પ્રક્રિયાત્મક પગલુ છે કે સીડીએસની અનુપસ્થિતિમાં, વરિષ્ઠતમ પ્રમુખ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે પદભાર ગ્રહણ કરે છે.'

તમિલનાડુના કુન્નૂરમાં 8 ડિસેમ્બરે એક હેલીકૉપ્ટર દૂર્ઘટનામાં જનરલ બિપિન રાવત સાથે તેમના પત્ની મધુલિકા રાવત, તેમના રક્ષા સહાયક બ્રિગેડિયર એલએલ લિડર, સ્ટાફ ઑફિસર લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ અને અન્ય દસ લોકોનો મોત થઈ ગયા હતા. રિપોર્ટ મુજબ જનરલ નરવણે બિપિન રાવતની જગ્યા લઈ શકે છે.

ચીફ ઑફ સ્ટાફ કમિટી(સીઆઈએસસી)ના ચીફ ઑફ ઈંટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, જે સીડીએસને રિપોર્ટ કરતા હતા પરંતુ હવે વરિષ્ઠતાના આધારે ચીફ ઑફ સ્ટાફ કમિટીના પ્રમુખ તરીકે જનરલ નરવણેને રિપોર્ટ કરશે. સીડીએસની નિયુક્તિ પહેલા જૂની વ્યવસ્થામાં આવુ થતુ હતુ.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, ચીફ ઑફ સ્ટાફ કમિટીના સ્થાયી અધ્યક્ષ તરીકે કાર્ય કરવા ઉપરાંત, સૈન્ય બાબતોના નવ નિર્મિત વિભાગના પણ પ્રમુખ હોય છે. સૈન્ય બાબતોના વિભાગમાં બીજા સૌથી વરિષ્ઠ અધિકારી એક અધિક સચિવ, એક ત્રણ સ્ટાર સૈન્ય અધિકારી છે. વર્તમાનમાં આ પદ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી પાસે છે. સૈન્ય બાબતોના વિભાગ સંયુક્ત યોજના અને તેમની જરુરિયાતોના એકીકરણના માધ્યમથી સેવાઓની ખરીદી, પ્રશિક્ષણ અને સ્ટાફિંગમાં સંયુક્તતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

English summary
General Naravane as senior-most service chief official says Old system till new CDS appointed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X