For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળ અને ભૂટાનને ભારત તરફ વળવુ પડશેઃ જનરલ રાવત

મહારાષ્ટ્રના પૂણેમાં ચાલી રહેલા બિમ્સટેક મિલિટ્રી ડ્રિલ દરમિયાન રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં જનરલ રાવતે કહ્યુ કે નેપાળ અને ભૂટાન જેવા દેશોએ ભારત તરફી વલણ રાખવુ પડશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પૂણેમાં ચાલી રહેલા બિમ્સટેક (ઈનાશિએટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન) મિલિટ્રી ડ્રિલ દરમિયાન રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં જનરલ રાવતે કહ્યુ કે નેપાળ અને ભૂટાન જેવા દેશોએ ભારત તરફી વલણ રાખવુ પડશે. ચીન તરફી ઝૂકી રહેલ નેપાળના સવાલ પર રાવતે કહ્યુ કે આ કોઈ મોટી વાત નથી. તેમણે કહ્યુ કે ભૌગોલિક કારણોના કારણે ભારત તરફ ઝૂકાવ રાખવો પડે છે. વળી, જ્યાં સુધી ગઠબંધન (ચીન સાથે) નો સંબંધ છે, તે એક અસ્થાયી વાત છે.

general rawat

તમને જણાવી દઈએ કે નેપાળે પૂણેમાં શરૂ થયેલા બિમ્સટેક જોઈન્ટ મિલિટ્રી ડ્રિલમાંથી પોતાનુ નામ પાછુ લઈને કહ્યુ કે ચીન સાથે જોઈન્ટ મિલિટ્રી ડ્રિલનું એલાન કર્યુ હતુ જેનાથી બંને દેશોના ડિપ્લોમેટીક સંબંધો પર સવાલ ઉભો થયો છે. નેપાળે ચીન તરફ ઝૂકાવના સવાલ પર રાવતો કહ્યુ કે તેમનો સંબંધ તેવો છે જેવો અમેરિકા અને પાકિસ્તાનનો છે. જનરલે કહ્યુ કે આવા સંબંધ અસ્થાયી હોય છે અને વૈશ્ચિવક સ્તરના પરિદ્રશ્ય મુજબ બદલતા રહે છે.

આ પણ વાંચોઃ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના આ ફોટાને મળ્યા 3 લાખ લાઈક્સઆ પણ વાંચોઃ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના આ ફોટાને મળ્યા 3 લાખ લાઈક્સ

જનરલ રાવતે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનું ઉદાહરણ આપતા કહ્યુ, 'હવે એવા નથી જેવા જેવા સત્તર વર્ષ પહેલા હતા. એટલા માટે આપણે આ બધા મુદ્દે પરેશન ના થવુ જોઈએ. આપણે આપણા દેશને મજબૂત રાખવાન પ્રકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.' રાવતે કહ્યુ કે ભારતનું નેતૃત્વ હંમેશા પડોશી દેશો સાથે મધુર સંબંધો સ્થાપિત કરવામાં વિશ્વાસ રાખે છે.

ભારત-ચીનના વેપારી સંબંધો અંગે રાવતે કહ્યુ કે ભારત હંમેશા ચીનને એક ઈકોનોમિક્સ વિરોધીના રૂપમાં જુએ છે. તેમણે કહ્યુ, 'તેઓ (ચીન) એક બજારની શોધમાં છે અને અમે પણ છીએ. આ એક પ્રતિસ્પર્ધા છે, જે આમાં સારુ કરશે તે દોડમાં જીતશે.' માઈગ્રેશનના મુદ્દે એક સવાલનો જવાબ આપતા જનરલ રાવતે કહ્યુ કે હંમેશા એક નબળા દેશમાંથી મજબૂત દેશ તરફ માઈગ્રેશન થાય છે એટલા માટે એક સમાન વિકાસ થવો જરૂરી છે. રાવત અનુસાર માઈગ્રેશન એક એવી ઘટના છે જે ત્યાં સુધી ખતમ નહિ થાય જ્યાં સુધી સમાન ગ્રોથ નહિ થાય.

આ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપ મામલે મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી સહિત 3 ની ધરપકડઆ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપ મામલે મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી સહિત 3 ની ધરપકડ

English summary
Geography Favours Nepal, Bhutan's Inclination To India: Army Chief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X