For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે નરેન્દ્ર મોદીને નહી મળે જર્મન ચાન્સલર એજેંલા માર્કેલ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

merkel
નવીદિલ્હી, 9 જૂલાઇ: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જૂલાઇના રોજ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બ્રાજીલ રવાના થશે. સમિટ પહેલાં 13 જૂલાઇના રોજ તેમની જર્મન ચાન્સલર એજેંલા સાથે મુલાકાત અને ડિનરનો કાર્યક્રમ છે પરંતુ હવે આ મુલાકાત સંભવ થતી નજર આવી રહી નથી.

કારણ એ છે કે ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલ. એવું માનવામાં આવે છે કે માર્કેલ, નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના બદલે ફીફા વર્લ્ડ કપ ફાઇનલને મહત્વ આપી શકે છે. માર્કેલ ફૂટબોલની ખૂબ મોટી ફેન છે અને તેમના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો જર્મની ફાઇનલમાં પહોંચે છે તો પછી તે ફાઇનલ જોવા માટે બ્રાજીલમાં હાજર રહી શકે છે. આ વર્લ્ડકપમાં તે પહેલાં પણ જર્મની મેચ જોવા માટે જઇ ચૂકી છે.

નરેન્દ્ર મોદી જ્યારે બ્રિક્સ દેશોના સંમેલનમાં ભાગ લેવા માટે 15 જૂલાઇના રોજ બ્રાજીલ જશે તો આ દરમિયાન તે જર્મનીમાં રોકાશે. જર્મનીની ચાન્સલર એજેંલા માર્કેલે આ કારણે જ નરેન્દ્ર મોદીને ડિનરનું આમંત્રણ મોકલ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ આમંત્રણ સ્વિકાર પણ કરી લીધું હતું.

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રવાસમાં એક દિવસ વધારવા માંગતા નથી. તેના લીધે જ તેમણે જાપાની વડાપ્રધાન શિંજો અબેને વાયદો કર્યો હતો કે તે પ્રથમ દ્રિપક્ષીય મુકાલાત તેમની સાથે ટોક્યોમાં કરશે. તેમછતાં નરેન્દ્ર મોદીને એજેંલા માર્કેલનું આમંત્રણ સ્વિકાર કરી લીધું.

જો એજેંલા માર્કેલ સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત થાય છે તો નરેન્દ્ર મોદીની ફ્લાઇટ બર્લિનમાં લેંડ કરશે. જો કે જર્મનીના ફાઇનલમાં પહોંચતાં મુલાકાત કેન્સલ થશે તો નરેન્દ્ર મોદીની ફ્લાઇટ ફ્રૈંકફર્ટમાં લેંડ કરશે.

English summary
German Chancellor Angela Merkel may choose FIFA final over her meeting with Narendra Modi. This is being said that Merkel could go to Brazil to witness the historic finals for Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X