નોટબંધી : કાળા નાણાંને રોકવા સરકારનો નવો પેંતરો, જાણો શું છે

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધીની જાહેરાત પછી જે લોકોએ પોતાના ખાતામાં 10 લાખથી વધુ રૂપિયા જમા કરાવ્યા છે. તેમણે આ નાણાંના સોર્સની સંપૂર્ણ જાણકારી આયકર વિભાગને આપવી પડશે. આયકર વિભાગે આવનારા 15 દિવસોમાં આ અંગે જાણકારી ભેગા કરવા લાગશે. જે દ્વારા સીધી રીતે ખબર પડી શકે કે આ પૈસા કાનૂની રીતે કમાયા છે કે ગેરકાનૂની રીતે.

notebandhi


ઓનલાઇન જાણકારી
ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ 8 નવેમ્બરની નોટબંધીની જાહેરાત પછી 1.5 લાખ બેંકોના ખાતામાં 10 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેજ (સીબીડીટી)એ નવા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તેવા ખાતા ગ્રાહકોને જવાબ આપવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે આ જવાબ ઓનલાઇન દાખલ કરાવવો પડશે. એક ટેક્સ ઓફિસરના જણાવ્યા મુજબ ઓનલાઇન જવાબ મળ્યા પછી જો કોઇ શંકા હશે કે અન્ય કોઇ જાણકારી જોઇતી હશે તો ફરી તે ખાતા ગ્રાહકને આ અંગે સંપર્ક સાંધવામાં આવશે.
બે મહિનામાં દાખલ થયા 1100 કેસ
આ પ્રક્રિયા શરૂ થયા પહેલા સીબીડીટીના સદસ્યોએ આયકર વિભાગના સીનિયર અધિકારીઓને ટેક્સ પ્રક્રિયાની જાણકારી આપી હતી. તેમાં સંદિગ્ધ કેશ ડિપોઝિટ, નવી જાહેરાત નીતીના લક્ષ્ય અને બેંકોમાં જમા કરાયેલા કાળાનાણાં પર લાગનારા ટેક્સની પણ જાણકારી સામેલ છે. નોટબંધી પછી આયકર વિભાગે અલગ અલગ જગ્યાઓ પછી છાપોમારીને લગભગ 1100 કેસ દાખલ કર્યા છે. અને આ દરમિયાન 600 કરોડ રૂપિયા કેશમાં જપ્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 150 કરોડ રૂપિયાની નવી નોટો પણ મળી આવી છે.

English summary
Get ready to reveal the source if deposited 10 lakh in bank after 8 November.
Please Wait while comments are loading...