લોકસભા ચૂંટણી પહેલા ગઝિયાબાદથી પકડાયું 70 લાખનું સોનું

લોકસભા ચૂંટણી પહેલા ગઝિયાબાદથી પકડાયું 70 લાખનું સોનું

ગાઝિયાબાદઃ લોકસભા ચૂંટણી 2019 પહેલા ગાઝિયાબાદના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એબીએસ પાસે નોઈડાની એક કુરિયર કંપનીની વેનમાંથી પોલીસે 70 લાખનું સોનું અને 400 ગ્રામ ચાંદી જપ્ત કરી છે. પકડાયેલ સોનાની કિંમત 70 લાખ રૂપિયા જણાવવમાં આવી રહી છે. આ સોનાને બરેલી અને બદાયૂમાં સપ્લાઈ કરવા માટે લઈ જવામાં આવી રહ્યું હતું. હાલ પોલીસ અને સ્ટ્રેટિક ટીમે જપ્ત સોનું અને ચાંદીની તપાસ હાથ ધરી છે.

કુરિયર કંપનીની વેનથી જઈ રહ્યું હતું સોનું

કુરિયર કંપનીની વેનથી જઈ રહ્યું હતું સોનું

જાણકારી મુજબ, વિજયનગર પોલીસ અને સ્ટ્રૈટિક ટીમ એબીઆઈએસ નજીક ચેકિંગ કરી રહી હતી. ચેકિંગ દરમિયાન ટીમે એક કુરિયર કંપનીની વેનને રોકી. ચેકિંગ દરમિયાન વેનમાંથી 2 કિલો 70 ગરામ સોનું અને 400 ગ્રામ ચાંદી નીકળી. વેનમાં રહેલ સોના-ચાંદી વિશે જ્યારે પોલીસે પૂછ્યું તો વેન ચાલક સુમિત, ડિલીવરી બોય અને ગનમેન દિનેશ સંતોષકારક જવાબ ન આપી શક્યા. પૂછપરછમાં તેમણે સોનું અને ચાંદીને તેમણે મલ્ટીપલ કંપની પાસે બરેલી અને બદાયૂ પહોંચાડવાની વાત કહી.

પોલીસે શું કહ્યું

પોલીસે શું કહ્યું

જણાવી દઈએ કે પોલીસે સોનું અને ચાંદી વિશે આવકવેરા વિભાગને જાણકારી આપી. એસપી સિટી શ્લોક કુમારે જણાવ્યું કે પકડાયેલ સોનાં-ચાંદી વિશે આવકવેરા વિભાગ તપાસ કરી રહી છે. તપાસમાં જે સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એસપી સિટીનું કહેવું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખી સઘનતાપૂર્વ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મામલો પકડમાં આવ્યો છે.

પહેલા પણ પકડાયું હતું 38 કરોડનું સોનું

પહેલા પણ પકડાયું હતું 38 કરોડનું સોનું

જણાવી દઈએ કે ગાઝિયાબાદના મોદી નગરમાં 109 કિલો સોનું પકડાયું છે. ગાઝિયાબાદ પોલીસે આ સોનું પકડ્યું હતું. જેની કિંમત 38 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી હતી. આ સોનાને દિલ્હીથી એક કારમાં હરિદ્વાર લઈ જવામાં આવી રહ્યું હતું. આ રિકવરી વિશે પોલીસે આવકવેરા વિભાગને જાણકારી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X