મોદી વિરોધીઓએ પાક જવું પડશે, બોલીને અડગ ગિરિરાજ

Google Oneindia Gujarati News

બોકારો, 20 એપ્રિલઃ ચૂંટણી મોસમમા નેતાઓના વિવાદિત નિવેદનોનો મારો ચાલી રહ્યો છે. આ વખતે બિહારના ભાજપના નેતા ગિરિરાજ સિંહે કરી હતી. ગિરિરાજે બોકારોમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે મોદીને રોકનારાઓને પાકિસ્તાન જવું પડશે. આ વિવાદને લઇને વિવાદ થયો હોવા છતાં પણ ગિરિરાજ પોતાના નિવેદન પર અડગ છે, જ્યારે ભાજપે હાથ ઉંચા કરી દીધા છે.

giriraj-singh
ગિરિરાજે કહ્યું કે પારિસ્તાન પરસ્ત લોકો છે, જે મોદીને રોકવા માગે છે. એ લોકો છે, જેમનું મક્કા મદીના પાકિસ્તાન છે, રાજકીય મક્કા મદીના પાકિસ્તાન છે. આ લોકો નથી ઇચ્છતાં કે પાકિસ્તાન ભારતની સામે ઘૂંટણીએ પડે.

આ પહેલા દૂમકામાં પણ એક રેલીમાં ગિરિરાજ સિંહે કહ્યું કે જે લોકો મોદીનો વિરોધ કરી રહ્યાં છે, સરકાર બન્યા બાદ અમે તેમને પાકિસ્તાન મોકલી દઇશું. બાદમાં તેના પર સફાઇ આપતા ગિરિરાજે કહ્યું કે મે એમ કહ્યું હતું કે જો પાકિસ્તાન મોદી રોકવા માગે છે, કેટલાક ખાસ પ્રકારના લોકો રોકવા માગે છે, તે તેઓ તેમને રોકી શકશે નહીં.

ગિરિરાજ સિંહના નિવેદનથી ભાજપે હાથ ઉંચા કરી લીધા છે. પાર્ટી પ્રવક્તા નિર્મલા સીતારમણે કહ્યું કે પાર્ટી એવા નિવેદનોનું સમર્થન નથી કરતી અને ગિરિરાજના આ વિચારો વ્યક્તિગત છે. બીજી તરફ ગિરિરાજે કહ્યું કે, તે પોતાના નિવેદન પર અડગ છે. પાક સહિત અને લોકો મોદીને રોકવા માગે છે અને દેશમાં પણ તેના સમર્થકો છે, આ દેશદ્રોહી શક્તિઓ છે.

English summary
After BJP leader Giriraj Singh on Saturday courted a controversy by saying that the party's prime ministerial candidate Narendra Modi baiters should go to Pakistan, Congress today slammed his comments saying they were inflammatory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X