For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ અંકલ મદદ કરો, મારી મમ્મીના હત્યારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેરાનામાં એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે એક યુવતી પોતાના ભાઈ સાથે ત્યાં પહોંચી. યુવતીએ સીએમ સામે મળવા માટે પ્રાર્થના કરી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેરાનામાં એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે એક યુવતી પોતાના ભાઈ સાથે ત્યાં પહોંચી. યુવતીએ સીએમ સામે મળવા માટે પ્રાર્થના કરી. સીએમ યોગી આદિત્યનાથ યુવતીને મળ્યા અને તેની વાત સાંભળી. સીએમ ઘ્વારા યુવતીને ન્યાય આપવાની વાત પણ કહેવામાં આવી.

yogi adityanath

બાગપતમાં બાડોટ ચોકીના રામબાગ કોલોની નિવાસી વૈશાલી પોતાના ભાઈ સાથે જનસભા સ્થળ પર પ્રાર્થના પત્ર લઈને પહોંચી. વૈશાલી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેની માતાનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી. આ મામલે હત્યારાઓ ઘ્વારા પોલીસ સાથે સાઠગાંઠ કરીને તેના પિતાને ખોટા આરોપમાં ફસાવીને જેલમાં મોકલી દીધા. જયારે મુખ્ય હત્યારાઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. સીએમ સાથે મળીને પ્રાર્થના કરતા યુવતીએ જણાવ્યું કે હત્યારાઓ મામલો પાછો લેવા માટે તેમના પર દબાવ બનાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હત્યારાઓ તેના ભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. વૈશાલી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના પિતા બીએસએફ જવાન છે અને જે રાત્રે આ ઘટના થયી ત્યારે તેના પિતા ડ્યુટી પર હાજર હતા.

yogi adityanath

વૈશાલીએ આખા મામલે સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે. તેને લોકલ પોલીસ પર પૈસા માંગવાનો આરોપ લગાવ્યો છે. વૈશાલીએ જણાવ્યું કે અમારી પાસે પૈસા પણ નથી, મહેરબાની કરીને આ મામલે સીબીઆઈ તપાસ કરાવો. પીડિત યુવતીએ હત્યારાઓની ધરપકડ કરવા અને તેના પિતાને છોડાવવા માટે પ્રાર્થના કરી. સીએમ આદિત્યનાથે આખા મામલે જાંચ કરાવીને તેમને ન્યાય આપવાનું આશ્વાશન આપ્યું.

English summary
Girl asks for help from CM Yogi Aditiyanath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X