For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગભગ 15 મિનિટ સુધી આખી દુનિયામાં ગૂગલ અને જીમેલ બંધ રહ્યું

લગભગ 15 મિનિટથી લઈને અડધો કલાક સુધી જીમેલ નહીં ખુલી શક્યું અને બતાવતું રહ્યું પરંતુ જીમેલ બંધ થવાને કારણે ગૂગલની બીજી સર્વિસ યુટ્યુબ અને ગૂગલ ન્યુઝ પર કોઈ જ પ્રભાવ નહીં પડ્યો.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયામાં ગૂગલ અને જીમેલ બંધ થવાને કારણે હડકંપ મચી ગયો. લગભગ 15 મિનિટથી લઈને અડધો કલાક સુધી જીમેલ નહીં ખુલી શક્યું અને બતાવતું રહ્યું પરંતુ જીમેલ બંધ થવાને કારણે ગૂગલની બીજી સર્વિસ યુટ્યુબ અને ગૂગલ ન્યુઝ પર કોઈ જ પ્રભાવ નહીં પડ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે જીમેલ બંધ થવાની પરેશાની યુરોપ અને ભારતના મોટાભાગના હિસ્સામાં જોવા મળી. ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 5 વાગ્યે જીમેલ ડાઉન હતું, જેને કારણે ઘણા લોકોને એકાઉન્ટ લોગ ઈન કરવામાં મુશ્કેલી આવી હતી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ગૂગલે નવી એડ પોલિસી બનાવી

જીમેલ ખોલવામાં પરેશાની

જીમેલ ખોલવામાં પરેશાની

મોટા ભાગના લોકોને ડેસ્કટોપ પર જીમેલ ખોલવામાં પરેશાની આવી. આ મુશ્કેલી વિશે ગૂગલ ઘ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. પરંતુ સોશ્યિલ મીડિયા પર લોકોએ તેના વિશે ઘણું લખ્યું છે. આપને જણાવી દઈએ કે તેના એક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ લગભગ 3 કલાક માટે ડાઉન થઇ ગયું હતું. અમેરિકા, યુરોપ, યુકે, ઓસ્ટ્રેલિયા સહીત ઘણી જગ્યાઓ પર યુઝરને ન્યુઝ ફીડ રિફ્રેશ કરવામાં પરેશાની આવી હતી.

જીમેલ મોબાઈલ એપનું નવું ડિઝાઇન જાહેર

જીમેલ મોબાઈલ એપનું નવું ડિઝાઇન જાહેર

ગૂગલ પોતાના જીમેલ મોબાઈલ એપ માટે તે વર્ઝન આપી રહી છે, જે તેઓ વેબ વર્ઝનમાં આપી રહી છે. કંપનીએ જીમેલના વેબ વર્ઝન ડિઝાઇનમાં ગયા વર્ષે એપ્રિલમાં બદલાવ કર્યો હતો. જીમેલનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પર ઉપલબ્ધ છે.

વર્ષની શરૂઆત નવા જીમેલ મોબાઈલ લૂક સાથે

વર્ષની શરૂઆત નવા જીમેલ મોબાઈલ લૂક સાથે

ગૂગલે પોતાની ઓફિસિયલ પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ વર્ષની શરૂઆત નવા જીમેલ મોબાઈલ લૂક સાથે કરી રહ્યા છે. નવા ડિઝાઇન પછી તમે અટેચમેન્ટ, ફોટો ખોલ્યા વિના જ જલ્દી જોઈ શકો છો. તેની સાથે નવા એકાઉન્ટ ઘ્વારા તમે પર્સનલ અને વર્ક એકાઉન્ટમાં સરળતાથી સ્વીચ કરી શકો છો. યુઝરને ડેસ્કટોપ વર્ઝન અનુસાર રેડ વોર્નિંગ ફીચર પણ આપવામાં આવશે.

English summary
Gmail down, google restores email service after major outage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X