For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: 73 દિવસમાં દેશને મળશે કોરોનાની વેક્સીન, લોકોને મફતમાં મૂકાશે રસી

ભારતમાં રોજ લગભગ 60 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે કોરોના વેક્સીન માટે સારા સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં કોરોના મહામારી આખી દુનિયા માટે એક મોટો પડકાર બની ગઈ છે. ભારતમાં રોજ લગભગ 60 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેના કારણે સામા્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. પરંતુ આ દરમિયાન કોરોના વેક્સીન માટે સારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ભારતની પહેલી કોરોના વેક્સીન કોવીશીલ્ડ જેને સીરમ ઈન્સ્ટીટ્યુટ બનાવી રહ્યુ છે તે 73 દિવસમાં ઉપલબ્ધ થઈ શકે છે. એટલુ જ નહિ આ વેક્સીન લોકોને નેશનલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ મફતમાં લગાવવામાં આવશે.

મફતમાં લોકોને મળશે વેક્સીન

મફતમાં લોકોને મળશે વેક્સીન

બિઝનેસ ટુડેના રિપોર્ટ મુજબ સીરમ ઈન્સ્ટીટ્યુટના મોટા અધિકારીઓએ જણાવ્યુ કે સરકારે અમને સ્પેશિયલ મેન્યુફેક્ચરીંગ માટે લાયસન્સ આપ્યુ છે જેથી ઝડપથી વેક્સીનની ટ્રાયલ થઈ શકે. તે આગલા 58 દિવસમાં પૂરી થઈ જશે. ત્રીજા તબક્કામાં લોકોને પહેલો ડોઝ આપવાનુ કામ શરૂ થઈ ચૂક્યુ છે જ્યારે બીજો ડોઝ 29 દિવસોની અંદર આપવામાં આવશે. બીજો ડોઝ આપ્યાના 15 દિવસ બાદ ફાઈનલ ટ્રાયલ ડેટા સામે આવશે. એ સમય સુધી અમે કોવીશીલ્ડને લોકો સુધી પહોંચાડવા માટે અમારી રણનીતિ બનાવી રહ્યા છે.

ટ્રાયલ ચાલી રહી છે

ટ્રાયલ ચાલી રહી છે

આ પહેલા માનવામાં રહ્યુ હતુ કે અંતિમ તબક્કાની ટ્રાયલમાં ઓછામાં ઓછા 7-8 મહિના લાગી શકે છે. આ ટ્રાયલ 1600 વેંટીલેટર પર અલગ અલગ સેન્ટરમાં કરવામાં આવી રહ્યુ છે. 22 ઓગસ્ટથી આ ટ્રાયલ 100-100ના જૂથમાં કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ કે આપણી વેક્સીનમાંથી એક વેક્સીનના ત્રીજા અને અંતિમ તબક્કાનુ ટ્રાયલ ચાલી રહ્યુ છે. અમને એ વાતનો ભરોસો છે કે આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સીન તૈયાર થઈ જશે.

આરોગ્ય મંત્રીનો દાવો

આરોગ્ય મંત્રીનો દાવો

મીડિયા સાતે વાત કરતા ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે આ ઉપરાંત જે અલગ અલગ વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે તેમાંથી અમુક 2012ના પહેલા ત્રિમાસિક સુધી લોકોને ઉપલબ્ધ થઈ જશે. તેમણે આગળ જણાવ્યુ કે ભારતમાં તૈયાર થઈ રહેલી કોરોના વાયરસની વેક્સીનની ટ્રાયલ પૂરી થયા બાદ તેમના પ્રભાવ વિશે જાણવા મળશે. આ સાથે તેમણે એ પણ કહ્યુ કે ઑક્સફૉર્ડની જે વેક્સીનનુ ઉત્પાદન ભારતના સીરમ ઈન્સ્ટીટ્યુટે કર્યુ છે તેને પણ જલ્દી માર્કેટમાં લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ કંપનીઓ છે રેસમાં

આ કંપનીઓ છે રેસમાં

આ ઉપરાતં કેન્દ્રીય આરોગ્ય મંત્રીઓ દાવો કર્યો કે ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સીન ટ્રાયલ પૂરી થયા બાદ તેના ઉત્પાદન અને તેને માર્કેટમાં લાવવામાં એક મહિનાનો સમય વધુ લાગશે. જો તેમના ટ્રાયલ સંપૂર્ણપણે સફળ થાય તો મને ભરોસો છે કે વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક ગાળામાં આ બંને વેક્સીન લોકોને ઉપલબ્ધ થઈ જશે.

સાન્યાએ 22 વર્ષની ઉંમરે મેળવી 42.5 લાખના વાર્ષિક પેકેજવાળી જૉબ, US કંપનીએ આપી ઑફરસાન્યાએ 22 વર્ષની ઉંમરે મેળવી 42.5 લાખના વાર્ષિક પેકેજવાળી જૉબ, US કંપનીએ આપી ઑફર

English summary
Good News: Covid-19 Vaccine will available in India within 73 days for free.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X