For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: હવે તમારું ચાલાન કાપવામાં આવશે નહીં, નવો ઓર્ડર જાણો

1 સપ્ટેમ્બરથી દેશભરમાં એક નવો ટ્રાફિક નિયમ લાગુ થયો છે. નવા ટ્રાફિક નિયમના અમલની સાથે જ દરેક બાજુથી મોટા ચાલાનના અહેવાલો આવવા લાગ્યા છે.

|
Google Oneindia Gujarati News

1 સપ્ટેમ્બરથી દેશભરમાં એક નવો ટ્રાફિક નિયમ લાગુ થયો છે. નવા ટ્રાફિક નિયમના અમલની સાથે જ દરેક બાજુથી મોટા ચાલાનના અહેવાલો આવવા લાગ્યા છે. કેટલાક લોકો ચાલાનની રકમમાં વધારા અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ તેને યોગ્ય નિર્ણય ગણાવ્યો છે. જો કે સરકારે થોડી રાહત આપી છે તેમજ નવા નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે સારી વ્યવસ્થા કરવા માટે નવા મોટર વ્હીકલ એક્ટમાં અનેક કડક જોગવાઈઓ કરી છે. તે જ સમયે, નવા નિયમ હેઠળ, ગાડીના કાગળો ન હોવા, તથા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા લોકોને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે, સરકારે ડ્રાઇવરો માટે એક સારા સમાચાર લાવ્યા છે.

તમારું ચાલાન કાપવામાં આવશે નહીં

તમારું ચાલાન કાપવામાં આવશે નહીં

સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમારી પાસે કારના દસ્તાવેજો નહીં હોવા છતાં પણ તમારું ચાલાન કાપવાં આવશે નહીં. પરિપત્ર મુજબ, જો તમારી પાસે કારના દસ્તાવેજો ન હોય તો પણ તમે દંડથી બચી શકો છો. આ માટે, તમારે કાં તો મોબાઇલ એપ્લિકેશન mparivahan અથવા ડિજિલોકરમાં તમારા દસ્તાવેજો રાખવા પડશે. તમારે આ માહિતી ટ્રાફિક પોલીસને આપવાની રહેશે. ભલે તમારી પાસે તે સમયે મોબાઈલ ન હોય, તો પણ તમે ચાલાન ટાળી શકો છો. નવા પરિપત્ર મુજબ, જો તમે દાવો કરો છો કે તમારા દસ્તાવેજો સંપૂર્ણ છે અને તમે તેને ડિજિલોકર અથવા મોબાઈલ એપ્લિકેશનમાં સેવ કર્યા છે, તો ટ્રાફિક પોલીસ તમારું ચાલાન કાપશે નહીં.

આ રીતે બચી શકો છો ચાલાનથી

આ રીતે બચી શકો છો ચાલાનથી

માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના પરિપત્ર મુજબ, જો ડ્રાઈવર પાસે મોબાઈલ ફોન ન હોય તો, ટ્રાફિક પોલીસ તેની કારના કાગળ તેના ડિવાઇસ અથવા મોબાઈલ દ્વારા mparivahan અથવા ડિજિલોકર એપ પર ચકાસી શકે છે. આ માટે, તે ડ્રાઇવરના ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ગાડીના નંબરનો ઉપયોગ કરીને દસ્તાવેજો ચકાસી શકે છે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસ તમારું ચાલાન કાપશે નહીં.

શા માટે લીધું પગલું

શા માટે લીધું પગલું

ટ્રાફિક પોલીસના વર્તન અંગે ફરિયાદ મળ્યા બાદ માર્ગ પરિવહન મંત્રાલયે આ પરિપત્ર બહાર પાડ્યો છે. વાહન માલિકો સાથે ટ્રાફિક પોલીસની વર્તણૂક અથવા રીત ખૂબ જ ખોટી હોવાની ફરિયાદો અવારનવાર કરવામાં આવતી હતી. વળી, આ પરિપત્ર એવા લોકોને રાહત આપવા માટે જારી કરવામાં આવ્યો છે કે જેઓ આકસ્મિક રીતે તેમના દસ્તાવેજને ઘરે ભૂલી જાય અને તેમનું ચાલાન કપાઈ જાય છે.

આ પણ વાંચો: યુવતીના હંગામા પછી ટ્રાફિક પોલીસના કર્મચારીની કારનું ચાલાન કપાયું

English summary
Good News: Your challan will no longer be deducted, get a new order
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X