For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Google ની ભૂલથી તમારા ફોનમાં આપોઆપ સેવ થયો UIDAI નો હેલ્પલાઈન નંબર

એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં આપોઆપ UIDAI નો હેલ્પલાઈન નંબર સેવ થવા અંગે વિવાદ શરૂ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર UIDAI ના હેલ્પલાઈન નંબરનો વિવાદ ચર્ચાઈ રહ્યો છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં આપોઆપ UIDAI નો હેલ્પલાઈન નંબર સેવ થવા અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. ફોનમાં આ નંબર કેવી રીતે આવ્યો ક્યાંથી આવ્યો આ અંગે ચર્ચા થઈ રહી છે. વળી UIDAI એ સ્પષ્ટ કર્યુ કે આ મામલે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે એન્ડ્રોઈડ ફોનમાં જે UIDAI નંબર સેવ છે તે જૂનો છે. UIDAI એ ટ્વિટર પર જણાવ્યુ કે છેલ્લા બે વર્ષોમાં UIDAI નો ટોલ ફ્રા નંબર 1947 છે. તેમણે કહ્યુ કે આ અંગે તેમણે કોઈ પણ ટેલિકોમ ઓપરેટર્સ કે ફોન નિર્માતા કંપનીને કોઈ નિર્દેશ આપ્યા નથી.

google

આ સમગ્ર વિવાદ પર મોડી રાતે એન્ડ્રોઈડની પેરેન્ટ કંપની ગૂગલે પોતાનો પક્ષ રાખ્યો અને પોતાની ભૂલ સ્વીકારી. ગૂગલે સ્પષ્ટ કર્યુ કે તેમની ભૂલના કારણે ફોમમાં UIDAI નો નંબર સેવ થયો છે. ગૂગલે કહ્યુ કે હેલ્પલાઈન નંબર - 1800 - 300 - 1947 - એન્ડ્રોઈડ ફોન્સમાં 2104 માં જ કોડ કરવામાં આવ્યો હતો જે ઘણા યુઝર્સના ફોનમા હજુ પણ મળી રહ્યો છે.

ગૂગલે કહ્યુ કે વર્ષ 2014 માં અમે UIDAI નો હેલ્પલાઈન અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112 એન્ડ્રોઈડના સેટઅપ વિઝર્ડમાં કોડ કરી દીધો હતો. આને ભારતની ફોન નિર્માતા કંપનીઓએ જારી કરી દીધો હતો કે જે યુઝર્સને તેમના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં લખતા હતા. ગૂગલના જણાવ્યા અનુસાર મોબાઈલ બદલવા છતાં ગૂગલના જૂના નંબર ટ્રાન્સફર થઈને નવા ફોન પણ આવી ગયા. ગૂગલે કહ્યુ કે તે સેટઅપ વિઝર્ડના આગામી રિલીઝમાં આને ફિક્સ કરવાનું કામ કરશે.

English summary
Google has admitted that it is to blame for the mysterious appearance of an outdated Aadhaar helpline number in the contact lists of phones, and clarified that it wasn't an unauthorised breach of the Android devices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X