For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ મેપ્સ ક્રેશ થવાથી કરોડો યુઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર આવ્યુ મીમ્સનુ પૂર

ગૂગલ મેપ્સ અચાનક ક્રેશ થઈ ગયુ જેના કારણે તેના કરોડો યુઝર્સ કલાકો સુધી પરેશાન રહ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગૂગલ મેપ્સ ગુરુવારે સાંજે અચાનક ક્રેશ થઈ ગયુ જેના કારણે તેના કરોડો યુઝર્સ કલાકો સુધી પરેશાન રહ્યા. જો કે, હવે કંપનીએ પોતાની ગરબડને સુધારી લીધી છે. જેના કારણે બધી સેવાઓ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. અમુક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૂગલની અન્ય સેવાઓ જેવી જીમેલ, ક્રોમ વગેરે પણ ઘણી વાર સુધી પ્રભાવિત રહી.

ખાલી પેજ આવી રહ્યુ હતુ સામે

ખાલી પેજ આવી રહ્યુ હતુ સામે

આ બાબતે ડાઉનડેટેક્ટરે જણાવ્યુ કે ગૂગલ મેપ્સ ડાઉન થઈ ગયુ હતુ અને 12,000થી વધુ યુઝર્સે અમેરિકા તેના ક્રેશ થવાના સમાચાર આપ્યા. આ ઉપરાંત યુનાઈટેડ કિંગડમના 2000 યુધર્સે નેવિગેશન ટૂલમાં મુશ્કેલીની વાત કહી. આ પ્રકારની સ્થિતિ કેનેડામાં પણ રહી. ત્યાંના 1763 યુઝર્સે જણાવ્યુ કે ગૂગલ મેપ ખોલવાથી ખાલી પેજ સામે આવી રહ્યુ છે.

કરોડો લોકો આમ-તેમ ભટકતા રહ્યા

વેબસાઈટના જણાવ્યા મુજબ મેપની સેવાઓ ઘણી વાર સુધી ભારતમાં પ્રભાવી રહી જેના કારણે કરોડો લોકો આમ-તેમ ભટકતા રહ્યા. આ દરમિયાન ઓલા, ઉબર જેવી ટેક્સી સેવાઓ આપનારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણકે મોટાભાગનુ કામ ગૂગલ મેપ પર જ નિર્ભર રહે છે. 2020માં એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે દુનિયાભરમાં એક બિલિયનથી વધુ લોકો એક મહિનામાં ગૂગલ મેપનો ઉપયોગ કરે છે.

સોશિયલ મીડિયા પર મીમ્સનુ પૂર

વળી, બીજી તરફ ગૂગલ મેપના ક્રેશના સમાચાર સોશિયલ મીડિયા પર હવે ફેલાઈ ગયા છે જેના કારણે અહીં મીમ્સનુ પૂર આવ્યુ છે. એક વ્યક્તિએ ટ્વિટ કરીને લખ્યુ કે આ પહેલી વાર છે જ્યારે મારી જિંદગીમાં જ્યારે ગૂગલ મેપ ક્રેશ થયુ છે, આના પર એક યુઝરે લખ્યુ કે હવે આપણને ઘરે કોણ પહોંચાડશે.

English summary
Google Map crashed, crores of users stuck on the way
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X