For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 થી 15 નવા એરપોર્ટ બનાવવાની સરકારની યોજના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

airport
નવી દિલ્હી, 8 ઑક્ટોબર: સરકાર વિમાનન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની તૈયારી કરી રહી છે. સરકારની યોજના છે કે તે આગામી થોડાં કેટલાક વર્ષોમાં 10 થી 15 વર્ષોમાં નવા હવાઇ મથકો સ્થાપશે તથા નાના શહેરોમાં 50 હવાઇ મથકોનું આધુનિકરણ કરશે.

એશિયા પ્રશાંતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકોના 49મા સંમેલનમાં નાગરિક ઉડ્ડયન મંત્રી અજિત સિંહે કહ્યું હતું કે ' આગામી બે વર્ષોમાં નાના શહેરોના લગભગ 50 હવાઇ મથકોનું આધુનિકરણ કરવામાં આવશે. આ સિવાય 10 થી 15 નવા હવાઇમથકોનું નિર્માણ પણ થશે.

તેમને કહ્યું હતું કે દેશનું વિમાન સેક્ટર વર્ષે 9 ટકાના દરથી વૃદ્ધિ કરે છે. અજિત સિંહનું કહેવું છે કે 'આગામી કેટલાક વર્ષોમાં અમે વિમાની યાતાયાતમાં 10 ટકાથી વધુ વૃદ્ધિની આશા રાખીએ છીએ. મધ્યમવર્ગ તેજીથી આગળ વધી રહ્યો છે. વ્યાપારમાં વધારો થઇ રહ્યો છે અને ભારત ઓછામાં ઓછો છ ટકાનો આર્થિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરશે. જો કે આનાથી અસ્થાયી ઝટકો લાગી શકે છે, જેવો આજે જોવા મળી રહ્યો છે. પરંતુ વિમાની યાતાયાતમાં ઉલ્લેખનીય વધારો નોંધાશે.

અજિત સિંહે સંમેલનને સંબોધતા કહ્યું હતું કે સરકાર હાલના હવાઇ મથકોનું આધુનિકરણ શરૂ કરી દિધું છે. આ સિવાય નવા હવાઇ મથકોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમને કહ્યું હતું કે સરકાર આ કામને મિશ્રિત રણનીતિ, સાર્વજનિક, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત સાહસ અને ખાનગી અને સાર્વજનિક ભાગીદારીના માધ્યમથી આ કામ પુરૂ પાડશે.

English summary
Giving a push to aviation infrastructure development, Government is planning to build 10-15 greenfield airports and modernising 50 others in the non-metro cities over the next few years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X