સુષ્મા સ્વરાજ અંગેના સવાલનો તેમના પતિએ આપ્યો મજેદાર જવાબ

Written By:
Subscribe to Oneindia News

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વીટર પર ખૂબ સક્રિય છે અને અત્યંત લોકપ્રિય પણ છે. તેઓ ટ્વીટર પર લોકોની સમસ્યા અંગે માહિતી મેળવી તેમની મદદ પણ કરે છે. પરંતુ હાલના દિવસોમાં તેમના પતિ સ્વરાજ કૌશલ પણ ટ્વીટર પર ખાસા લોકપ્રિય થઇ રહ્યાં છે. લોકોએ ટ્વીટર પર સુષ્મા સ્વરાજ અંગે સ્વરાજ કૌશલને સવાલો કર્યા હતા, એના જે જવાબ તેમણે આપ્યા છે એ ખાસા વાયરલ થઇ રહ્યાં છે.

sushma swaraj kaushal swaraj

સુષ્મા સ્વરાજના ટ્વીટર પર 7 મિલિયનથી વધુ ફોલોઅર છે, પરંતુ તેમના પતિ સ્વરાજ કૌશલ તેમને ટ્વીટર પર ફોલો નથી કરતા. આ અંગે જ્યારે એક ટ્વીટર યૂઝરે કૌશલને સવાલ કર્યો કે તેઓ સુષ્મા સ્વરાજને ટ્વીટર પર ફોલો કેમ નથી કરતા? તો એનો જવાબ આપતાં તેમણે લખ્યું કે, 'કારણ કે હું લીબિયા કે યમનમાં ફસાયેલો નથી.' તેમના આ મજેદાર જવાબ પર લોકોએ ઘણી પ્રતિક્રિયા આપી છે.

kaushal swaraj twitter

અહીં વાંચો - 'પંજાબમાં 'ખૂન કા બેટા' અને યૂપીમાં દત્તક પુત્ર! ગજબ છે ભાઇ..'

અમારી કૉમેડી 42 વર્ષથી ચાલી રહી છે..

અન્ય એક યૂઝરે હાલમાં જ સ્વરાજ કૌશલને પૂછ્યું હતું કે, સુષ્મા સ્વરાજ અને તમારું સેન્સ ઓફ હ્યુમર કમાલનું છે. તમે તો લોકો સાથે ખૂબ મજાક કરતા હશો? આના જવાબમાં કૌશલે લખ્યું કે, 'આ કૉમેડી છેલ્લા 42 વર્ષોથી ચાલી રહી છે.' લક્ષ્ય નામના ટ્વીટર યૂઝરે તેમને પૂછ્યું કે, સુષ્મા સ્વરાજ મેમ આજે ટ્વીટર પર સક્રિય નથી, બધું બરાબર છે ને? આ સવાલ પર કૌશલને જવાબ આવ્યો, 'જો તે ટ્વીટ નથી કરી રહી તો એનો એ જ અર્થ છે કે બધું બરાબર છે.'
સુષ્મા સ્વરાજના પતિ રાજકારણની ઝાકઝમાળથી દૂર જ રહે છે, પરંતુ આજકાલ ટ્વીટર પર તેમની હાજરજવાબીની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

English summary
Governor Swaraj Twitter responses to questions about wife Sushma Swaraj.
Please Wait while comments are loading...