For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાજેપયીના નિધન પર 7 દિવસનો રાજકીય શોક, દિલ્હી, યુપી બિહારમાં એક દિવસની રજા

કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં 7 દિવસનો શોક ઘોષિત કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે સાંજે એઈમ્સમાં 93 વર્ષની વયે નિધન થઈ ગયુ. કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં 7 દિવસનો શોક ઘોષિત કરવામાં આવ્યો છે. વાજપેયીના નિધન પર દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી, ઝારખંડ અને ઉત્તરાખંડનાં સાત દિવસનો રાજકીય શોક અને એક દિવસની રજાનું એલાન કર્યુ છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સરકારી ઓફિસ અને શાળા કોલેજો બંધ રહેશે. આ ઉપરાંત ભાજપે 18-19 ઓગસ્ટે થનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક રદ કરી દીધી છે.

આ રાજ્યોએ રાખી એક દિવસની સરકારી રજા

આ રાજ્યોએ રાખી એક દિવસની સરકારી રજા

સરકારી શાળાઓ ઉપરાંત કાલે દિલ્હીના બજાર પણ બંધ રહેશે. વેપારી સંઘ તરફથી એલાન કરવામાં આવ્યુ છે કે પૂર્વ પ્રધાનમં6 અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં કાલે દિલ્હીના બજારો બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત દેશના ઘણા રાજ્યો દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી, ઝારખંડ, પંજાબ અને ઉત્તરાખંડમાં એક દિવસની રજા ઘોષિત કરવામાં આવી છે.

બિહાર અને ઝારખંડમાં પણ સાત દિવસનો રાજકીય અવકાશ ઘોષિત

બિહાર અને ઝારખંડમાં પણ સાત દિવસનો રાજકીય અવકાશ ઘોષિત

આ ઉપરાંત બિહારી અને ઝારખંડમાં પણ સાત દિવસનો રાજકીય અવકાશ ઘોષિત કરવામાં આવ્યો છે. બિહાર અને ઝારખંડ સરકારે એક દિવસનો સરકારી અવકાશ ઘોષિત કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા દેશ માટે મોટુ નુકશાન ગણાવ્યુ છે.

વાજપેયીના નિધન પર ભાવુક થયા અડવાણી, આવી રીતે કર્યા યાદ

વાજપેયીના નિધન પર ભાવુક થયા અડવાણી, આવી રીતે કર્યા યાદ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર તેમના જૂના સહયોગી લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ છે કે મે 65 વર્ષ સુધી મારા દોસ્ત રહેલા વ્યક્તિને ખોઈ દીધા છે. અડવાણીએ કહ્યુ કે હું તેમને ક્યારેય નહિ ભૂલી શકુ. અમે 65 વર્ષથી મિત્ર હતા. તેમનુ દુનિયામાંથી જતુ રહેવુ મારા માટે વ્યક્તિગત નુકશાન છે. હું તેમને ખૂબ યાદ કરીશ.

અડવાણીએ કહ્યુ કે આ ઘડીએ દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી. અડવાણીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે આજે મારી પાસે શબ્દ નથી. ભારતના સૌથી મોટા રાજનેતાઓમાંથી એક અટલ બિહારી વાજપેયીને આપણે ખોઈ દીધા છે. મારા માટે એક વરિષ્ઠ સાથીથી પણ વધુ હતા. 65 વર્ષથી પણ વધુ સમય સુધી તેઓ મારા સૌથી નજીકના દોસ્ત રહ્યા હતા. મારા પાસે તેમની યાદો, આરએસએસના પ્રચારકના દિવસોથી, ભારતીય જનસંઘની સ્થાપના, ઈમરજન્સી દરમિયાનનો અમારો સંઘર્ષ, જનતા પાર્ટીને બનાવવી અને બાદમાં 1980 માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધી ઘણી બધી છે.

આ પણ વાંચોઃ એઈમ્સે જાહેર કર્યુ છેલ્લુ મેડીકલ બુલેટિન કહ્યુ, 'નથી રહ્યા અટલજી'આ પણ વાંચોઃ એઈમ્સે જાહેર કર્યુ છેલ્લુ મેડીકલ બુલેટિન કહ્યુ, 'નથી રહ્યા અટલજી'

English summary
Govt announces 7-day national mourning following demise of Atal Bihari Vajpayee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X