For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રાઈવિંગ લાઇસન્સ આધાર સાથે લિંક કરવું જરૂરી, સરકાર કાનૂન લાવશે

ડ્રાઈવિંગ લાઇસન્સ આધાર સાથે લિંક કરવું જરૂરી હશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે 106 ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં કહ્યું કે સરકાર ખુબ જ જલ્દી ડ્રાઈવિંગ લાઇસન્સ ન આધાર સાથે લિંક કરવું ફરજીયાત બનાવશે.

|
Google Oneindia Gujarati News

ડ્રાઈવિંગ લાઇસન્સ આધાર સાથે લિંક કરવું જરૂરી હશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે 106 ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં કહ્યું કે સરકાર ખુબ જ જલ્દી ડ્રાઈવિંગ લાઇસન્સ ન આધાર સાથે લિંક કરવું ફરજીયાત બનાવશે. પ્રસાદે કહ્યું કે તેનાથી નકલી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા પર રોક લાગશે અને કોઈનું પણ રોડ એક્સીડંટ પછી ભાગવું સરળ નહીં બને.

Ravi Shankar Prasad

કેન્દ્રીય કાનૂન અને સૂચના મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આધાર અને ડ્રાઈવિંગ લાઇસન્સ ફરજીયાત લિંક કરવા માટે અમે ખુબ જ જલ્દી કાનૂન લાવી રહ્યા છે. હાલમાં કોઈ દુર્ઘટનાને અંઝામ આપી ભાગી જાય છે અને ત્યારપછી બીજી લાઇસન્સ બનાવી લે છે. આધાર લિંક કર્યા પછી લોકો પોતાનું નામ તો બદલી શકે છે પરંતુ રેટિના અને આંગળીઓના નિશાન નહીં બદલી શકે. તેવી સ્થિતિમાં જો કોઈ બીજા ડ્રાઈવિંગ લાઇસન્સ માટે જશે તો સિસ્ટમ બતાવી દેશે કે તેનું લાઇસન્સ બની ચૂક્યું છે.

આ પણ વાંચો: ઑનલાઇન શોપિંગ કરનારાઓ માટે જરૂરી સૂચના

અત્યારસુધી પેન કાર્ડ અને ઈન્ક્મ ટેક્સ ફાઇલિંગ કરવા માટે આધાર કાર્ડ જરૂરી હતું. સરકારી સેવાઓમાં આધાર કાર્ડની જરૂરિયાત પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ ચુકી છે. આધાર કાર્ડની અનિવાર્યતા અંગે ઘણા વિવાદો થયા પછી આખરે સરકારે સુપ્રીમ કોર્ટમાં કેટલીક શરતો સાથે તેને ગ્રીન સિગ્નલ આપી દીધો છે.

English summary
Govt Make Aadhaar Driving Licence Linking Mandatory Soon says Ravi Shankar Prasad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X