For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑનલાઇન શોપિંગ કરનારાઓ માટે જરૂરી સૂચના

ઑનલાઇન શોપિંગ કરનારાઓ માટે આ એક જરૂરી સૂચના છે. હવે જલ્દી જ તમારે ઑનલાઇન ખરીદી દરમિયાન તમારો આધાર નંબર આપવો પડશે.

|
Google Oneindia Gujarati News

ઑનલાઇન શોપિંગ કરનારાઓ માટે આ એક જરૂરી સૂચના છે. હવે જલ્દી જ તમારે ઑનલાઇન ખરીદી દરમિયાન તમારો આધાર નંબર આપવો પડશે. અને સાથે દરેક આધાર નંબર પર ફક્ત 5000 રૂપિયા સુધી ઈમ્પોર્ટેડ ભેટ મંગાવી શકો છો. મની ભાસ્કરની રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર વિદેશથી આવતા સામાનને ચકાસણી હેઠળ લાવવાની તૈયારીમાં છે. ખાસ કરીને ચીનમાંથી આવતો માલસામાન સરકારની નજરમાં છે.

આ પણ વાંચો: લૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આધાર નંબર પર માત્ર 5000 રૂપિયા સુધીની ગિફ્ટ

આધાર નંબર પર માત્ર 5000 રૂપિયા સુધીની ગિફ્ટ

ચીની ઇ-કૉમર્સ કંપનીઓ કસ્ટમ ડ્યુટી અને વિવિધ પ્રકારનાં ટેક્સને ટાળવા માટે ભેટ તરીકે ભારતને તેમના માલ મોકલતી હતી. આવી સ્થિતિમાં સરકાર યોજના બનાવી રહી છે કે એક આધાર કાર્ડ પર ઇ-કૉમર્સ પ્લેટફોર્મથી અને એપ્લિકેશંસથી ફક્ત રૂ. 5000 સુધીની ઈમ્પોર્ટેડ ગિફ્ટ મંગાવી શકાશે.

કેવાયસી પ્રક્રિયા પછી થશે સવલત

કેવાયસી પ્રક્રિયા પછી થશે સવલત

મની ભાસ્કરએ તેના અહેવાલમાં આગળ જણાવ્યું હતું કે વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આધાર કાર્ડ એ 5000 રૂપિયાની ઈમ્પોર્ટેડ કરેલી ગીફ્ટો ખરીદવાનો એકમાત્ર વિકલ્પ નથી. ગ્રાહકો કોઈપણ રીતે કેવાયસી પૂર્ણ કરીને વિદેશી ઇ-કૉમર્સ કંપનીઓ પાસેથી ઈમ્પોર્ટેડ ગિફ્ટ મંગાવી શકે છે.

શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવા માટેની પહેલ

શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવા માટેની પહેલ

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન (ડીઆઇપીપી) એ રીવેન્યૂ વિભાગ પાસે માંગ કરી હતી કે તેઓ ગિફ્ટ તરીકે આવતા કન્સાઇન્મેન્ટ સોર્સના લોકેશનની શોધ કરે, જેથી અગાઉ શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવી શકાય.

ચીની કંપનીઓ નફો લઇ રહી હતી

ચીની કંપનીઓ નફો લઇ રહી હતી

હકીકતમાં ચીની કંપનીઓ તેમનો સામાન ખૂબ સસ્તા ભાવે ભારતમાં વેચતી હતી, કારણ કે તેઓ તેમનો માલ ગિફ્ટ તરીકે મોકલતી હતી. આવી પરિસ્થિતિમાં તેમને કસ્ટમ ડ્યૂટી આપવાની જરૂર નહોતી પડતી. આના કારણે, ભારતીય રિટેલરોનો સામાન લોકો ઓછો ખરીદી રહ્યા હતા અને ચીની કંપનીઓ નફો ઘટાડતી હતી. આ સાઇટ્સ પર પ્રાપ્ત થતો સામાન ન માત્ર ભારતીય ઈ- કોમર્સ સાઈટસ થી 50-60 ટકા સસ્તું છે, સરોજિની નગર જેવા બજારોની તુલનામાં પણ ખુબ સસ્તું રહે છે.

English summary
Aadhaar Number May Soon Be Required For Online Shopping
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X