'વિશ્વાસ ઉભો કરવા કેગ સાથે કામ કરવા માગે છે સરકાર'

ચિંદમબરમે કેગના એક સમેલનને સંબોધતા કહ્યું કે, કેગ દ્વારા તાજેતરમાં જે એકાઉન્ટ ચકાસણીના અહેવાલ આપવામાં આવ્યા તેના પરથી એવો આભાસ થઇ રહ્યો હતો કે ઓડિટર અને સરકાર એકબીજાની વિરુદ્ધ થઇ ગયા છે. દુઃખની વાત એ છે કે સાર્વજનિક ચર્ચાઓમાં પણ અસહમતિના સુર સાંભળવા મળ્યાં, તેનું કારણ પણ એ છે કે કેગ અને સરકારને એકબીજાના વિરોધી તરીકે રજૂ કરવામાં આવી રહ્યાં છે.
ચિદમબરમે કહ્યું કે, નાણામંત્રી તરીકે તે કેગની સાથે મળીને કામ કરવા માગે છે, જેનાથી બે સંસ્થાઓમાં જે વિરોધભાવની આ ધારણા ઉભી થઇ છે, તેને દૂર કરી શકાય. કેગે કામકાજને શ્રેષ્ઠ સંચાલનના મુદ્દાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને સરકાર સંચાલનની ખામીઓને દૂર કરવા માટે જરૂરી પગલા ઉઠાવી રહી છે.
તેમમે એ વાતનો ઉલ્લેખ કર્યો કે સરકાર નીતિ નિર્માણની પ્રક્રિયામાં ઘણી વખત ભૂલ ને સુધારાની રણનીતિ અપનાવતી હોય છે કારણ કે તેની પાસે પુરતી સૂચનાઓ નથી હોતી.












Click it and Unblock the Notifications
