For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરમ ઈન્સ્ટીટ્યુટે કહ્યુ - વેક્સીનનો સ્ટૉક જોયા વિના ભારત સરકારે બધાના માટે શરૂ કર્યુ વેક્સીનેશન અભિયાન

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ કહ્યુ છે કે ભારતની સરકારે દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન શરૂ કરતા પહેલા વેક્સીનનો સ્ટૉક પણ ન જોયો અને...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની વેક્સીનની કમી વચ્ચે પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(SII)ના કાર્યકારી નિર્દેશક સુરેશ જાધવે શુક્રવારે(21 મે) આરોપ લગાવ્યો છે કે વેક્સીનની ઉપલબ્ધતા અને વિશ્વ આરોગ્ય સંગઠનની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને બધા આયુ વર્ગો માટે ભારતમાં વેક્સીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ભારતમાં 1 મેથી 18 વર્ષની ઉંમરના લોકોને વેક્સીનેટ કરવાનુ અભિયાન ચલાવવામાં આવ્યુ છે પરંતુ દેશભરના મોટાભાગના રાજ્યોમાં વેક્સીનની કમી જોવામાં આવી રહી છે. 18થી 44ની આયુ વર્ગને તો છોડો 45+ લોકોને પણ વેક્સીનનો બીજો ડોઝ નથી મળી રહ્યો.

covid

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ કહ્યુ છે કે ભારતની સરકારે દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન શરૂ કરતા પહેલા વેક્સીનનો સ્ટૉક પણ ન જોયો અને ડબ્લ્યુએચઓની ગાઈડલાઈન્સ પણ ફૉલો કરવામાં આવી નથી. આરોગ્ય જાગૃતિ મંચ, હીલ હેલ્થ દ્વારા આયોજિત એક ઈ-શિખર સંમેલનમાં સીરમ ઈન્સ્ટીટ્યુટના કાર્યકારી નિર્દેશક સુરેશ જાધવે કહ્યુ કે દેશના ડબ્લ્યુએચઓના દિશાનિર્દેશોનુ પાલન કરવુ જોઈએ અને તે અનુસાર રસીકરણને પ્રાથમિકતા આપવી જોઈએ.

સરકારને ખબર હતી કે વેક્સીનનો સ્ટૉક નથીઃ સીરમ ઈન્સ્ટીટ્યુટ

સુરેશ જાધવે કહ્યુ, 'શરૂઆતના લક્ષ્ય મુજબ 30 કરોડ લોકોને વેક્સીનેટ કરવાના હતા. જેના માટે 600 મિલિયન(60 કરોડ) ડોઝની જરૂર હતી પરંતુ આ પહેલા કે અમે આ લક્ષ્ય સુધી પહોંચીએ સરકારે 45 વર્ષથી ઉપરના બધા લોકો માટે રસીકરણ શરૂ કર્યુ. ત્યારબાદ 18 અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ. તે પણ સારી રીતે જાણતા હોવા છતાં કે આટલી વેક્સીન ઉપલબ્ધ નથી. સુરેશ જાધવે કહ્યુ, આ સૌથી મોટો સબક છે જે આપણે શીખ્યો. અમે ઉત્પાદની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખવી જોઈએ અને પછી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.'

કઈ વેક્સીન સારી? સીરમ ઈન્સ્ટીટ્યુટે આપ્યો જવાબ

સુરેશ જાધવે કહ્યુ, 'રસીકરણ જરૂરી છે પરંતુ વેક્સીન લીધા બાદ પણ લોકો સંક્રમણ પ્રત્યે સંવેદનશીલ હોય છે માટે સતર્ક રહો અને કોવિડ-19 નિવારક દિશાનિર્દેશોનુ પાલન કરો. જો કે "B.1.617" વેરીઅન્ટના ડબલ મ્યુટન્ટને બેઅસર કરી દીધી છે તેમછતાં પણ વેરીઅન્ટ રસીકરણમાં સમસ્યા પેદા કરી શકે છે.' સુરેશ જાધવે કહ્યુ, 'જ્યાં સુધી વેક્સીનની પસંદગીનો સવાલ છે, સીડીસી અને એનઆઈએચ ડેટા અનુસાર જે પણ વેક્સીન ઉપલબ્ધ છે તેને લઈ શકાય છે, શરત એટલી કે તેને નિયામક એકમ દ્વારા લાયસન્સ આપવામાં આવ્યુ હોય અને એ કહેવુ ઉતાવળ ગણાશે કે કઈ રસી પ્રભાવકારી છે અને કઈ નહિ.'

English summary
Govt widened vaccination drive without considering stock: Serum Institute of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X