અમિત શાહના ડિનર પહેલા પુલવામામાં ગ્રેનેડ હુમલો, સર્ચ ઓપરેશન શરૂ!
પુલવામાનાં કનકપુરા પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા કથિત રીતે ગ્રેનેડ હુમલાના અહેવાલ છે. જો કે આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
શ્રીનગર, 25 ઓક્ટોબર : પુલવામાનાં કનકપુરા પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા કથિત રીતે ગ્રેનેડ હુમલાના અહેવાલ છે. જો કે આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. સેના અને પોલીસના જવાનોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે અને આજે રાત તેઓ પુલવામામાં CRPF કેમ્પમાં વિતાવવાના છે, તેમજ શાહ CRPF ના જવાનો સાથે ડિનર પણ કરવાના છે.
ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ અમિત શાહની જમ્મુ-કાશ્મીરની આ પહેલી મુલાકાત છે અને આજે શાહ પુલવામાના લેથપોરા ખાતે CRPF કેમ્પમાં રોકાશે. લેથપોરા એ જ જગ્યા છે જ્યાં આતંકવાદીઓએ 14 ફેબ્રુઆરી 2019 ના રોજ CRPF ના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.
શિકારા ફેસ્ટિવલ દરમિયાન શ્રીનગરના દાલ લેકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને અન્ય મહાનુભાવો પણ અહીં હાજર છે.
ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં મુસ્લિમો સિવાયના નાગરિકો પર સતત હુમલાઓ વધી રહ્યા છે. હવે જ્યારે અમિત શાહની કાશ્મીરમાં હાજરી છે ત્યારે આ હુમલો મોટા ઈશારા કરી રહ્યો છે. જો કે હાલ સેનાએ વિસ્તાર કોર્ડન કરી સર્ચ શરૂ કર્યુ છે.












Click it and Unblock the Notifications
